નેશનલ

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા વર્ષમાં બે વખત આપવી મરજિયાત

નવી દિલ્હી: કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ૧૨ની બૉર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત આપવી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહિ હોય. જો કોઇ વિદ્યાર્થીને લાગે કે તે પરીક્ષા આપવા પૂરો તૈયાર છે અને પરીક્ષાના એક સેટમાં સારો સ્કૉર કરી શકશે એટલે કે સારા માર્ક્સ મેળવી શકશે, તો તે વર્ષમાં બે વખત લેવાનારી પરીક્ષા માત્ર એક વખત આપવાનો નિર્ણય લઇ શકે છે.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે બૉર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવાનો નિર્ણય વિદ્યાર્થીઓની માનસિક તાણ અને ડર ઘટાડવા લીધો હતો. અમુક વિદ્યાર્થીને નાપાસ થવાનો કે ઓછા માર્ક્સ આવવાનો અને વર્ષ બગડવાનો ભય હોય છે અને તેઓની મુશ્કેલી ઘટાડવા તેમ જ પરીક્ષાની તૈયાર કરવાની વધુ એક તક આપવા બૉર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત રાખવાનો નિર્ણય લીધો છે.
શિક્ષણ મંત્રાલયે ઑગસ્ટમાં નવી શિક્ષણ નીતિ (ન્યૂ ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક)ની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કૉલેજમાંની પ્રવેશ પરીક્ષા જેઇઇની જેમ બૉર્ડની પરીક્ષામાં પણ વર્ષમાં બે વખત બેસી શકશે.

કૌશલ્ય વિકાસ પ્રધાનનો પણ અખત્યાર સંભાળતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે બૉર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવાની યોજનાને વિદ્યાર્થીઓએ પણ આવકારી છે. અમે ૨૦૨૪થી બૉર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવા બનતા દરેક પ્રયાસ કરીશું.

તેમણે જણાવ્યું હતું કે અમે ૨૦૦૯થી શિક્ષણ ક્ષેત્રે જરૂરી સુધારાવધારા કરી રહ્યા છીએ. અમે ૨૦૦૯માં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે ‘કન્ટિન્યુઅસ ઍન્ડ કૉમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન’નો અમલ શરૂ કરાવ્યો હતો. કોવિડ-૧૯ના રોગચાળા વખતે ધોરણ ૧૦ અને ૧૨ની બૉર્ડ પરીક્ષાનું બે ટર્મમાં વિભાજન કરાયું હતું, પરંતુ ચાલુ વર્ષે વર્ષના અંતમાં પરીક્ષા યોજાઇ હતી. આમ છતાં, ૨૦૨૪થી ફરી વર્ષમાં બે વખત પરીક્ષા યોજવા બનતા દરેક પ્રયાસ કરાશે.

પ્રધાને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીજી પણ ‘પરીક્ષા પે ચર્ચા’ યોજીને વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય નહિ રાખવાની સલાહ આપે છે.
રાજસ્થાનના કોટા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કરાતી આત્મહત્યાના કિસ્સામાં થયેલા વધારા અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકરણ બહુ સંવેદનશીલ છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર કરવાની બધાની સંયુક્ત જવાબદારી છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?