આવતા અઠવાડિયે આ દિવસે દારૂની દુકાનો બંધ રહેશે, વાઈન મર્ચન્ટ્સ એસોસિએશનો નિર્ણય
બેંગલુરું: કર્ણાટકને લોકોને 20 નવેમ્બરના રોજ ખાનગી દુકાનો પરથી દારૂ નહીં મળે, ફેડરેશન ઑફ વાઇન મર્ચન્ટ્સ એસોસિએશન ઑફ કર્ણાટક દ્વારા આ દિવસે દુકાનો બંધ રાખવાનો નિર્ણય (Karnataka Liquor shop strike) કરવામાં આવ્યો છે. ગુરુવારે કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં 10,800 દારૂના લાઇસન્સ ધારકો 20 નવેમ્બરે તેમની દુકાનો બંધ રાખશે. રાજ્યના આબકારી વિભાગમાં કથિત ભ્રષ્ટાચાર અને સરકાર દ્વારા તેમની માંગણીઓ પર ધ્યાન ન આપવાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Also read: સરકારની જાહેરાત છતાં UPPSC સામે ઉમેદવારોનું આંદોલન યથાવત, થાળી વગાડીને વિરોધ
એસોશિએશનની માંગ: આ બંધ દરમિયાન તમામ ખાનગી દારૂની દુકાનો બંધ રહેશે, માત્ર સરકારી દુકાનો જ ખુલ્લી રહેશે. એસોસિએશને કર્ણાટક એક્સાઈઝ એક્ટની કલમ 29માં સુધારાની પણ માંગ કરી છે, આ કલમ સરકારી અધિકારીઓને એક્સાઈઝ લાઇસન્સ અથવા પરમિટને રદ કરવા અથવા સસ્પેન્ડ કરવાની સત્તા આપે છે.
એસોસિએશનની માંગ છે કે રાજ્યના આબકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવામાં આવે અને આબકારી વિભાગને નાણા મંત્રાલય સાથે મર્જ કરવામાં આવે. જો કે, કર્ણાટક સ્ટેટ ટુરિઝમ હોટેલીયર્સ એસોસિએશને એસોસિએશનના નિર્ણયને અનુસરવાનો ઇનકાર કર્યો છે.
Also read: Reliance અને Disneyએ મર્જરને અંતિમ સ્વરૂપ આપ્યું; નવું પ્લેટફોર્મ આ નામે ઓળખાશે
ફેડરેશન ઑફ વાઇન મર્ચન્ટ્સનું નિવેદન: ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, ફેડરેશન ઑફ વાઇન મર્ચન્ટ્સ એસોસિએશન કર્ણાટકના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને માંગણીઓ પૂરી કરવા માટે એક બેઠક યોજવી જોઈએ. આબકારી વિભાગ પાસે બજેટ ન હોવાથી, તેને નાણા પ્રધાનના નિયંત્રણ હેઠળના નાણા વિભાગ સાથે મર્જ કરવું જોઈએ.
એસોસિએશને એવી પણ માગણી કરી હતી કે મુખ્ય પ્રધાન તેમના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજે અને એક્સાઈઝ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા પગલાં લે. અન્ય માંગણીઓમાં છૂટક દારૂના વેચાણ પર નફાના માર્જિનને 20 ટકા સુધી વધારવાની બાંયધરી, CL-2 લાયસન્સધારકો (રિટેલ શોપ્સ)માં દારૂના વપરાશની મંજૂરી આપવી, CL 9 લાયસન્સધારકો (બાર અને રેસ્ટોરન્ટ)માં વધારાના કાઉન્ટર્સ સ્થાપવા વગેરેનો સમાવેશ થાય છે.
Also read: Google Maps પર મળશે વાયુ પ્રદુષણના સ્તરની જાણકારી; આ રીતે કરી શકો છો ઉપયોગ
હોટેલ એસોસિએશન બંધમાં નહીં જોડાય: કર્ણાટક સ્ટેટ ટુરિઝમ હોટેલીયર્સ એસોસિયેશનના આગેવાને વાઈન મર્ચન્ટ્સ એસોસિએશન પર આરોપ મૂક્યો કે તેઓની સલાહ લીધા વિના 20 નવેમ્બરે દારૂનું વેચાણ બંધ કરવાનો નિર્ણય એકતરફી રીતે જાહેર કરવામાં આવ્યો છે.