મુંબઇ : દિવાળીના તહેવારો બાદ હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. જેમાં છેલ્લા 10 દિવસમાં સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)6 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના અવમૂલ્યન અને ડોલરની મજબૂતીથી સોનાની ચમક પણ ઓછી થઈ રહી છે. જેમાં 5 નવેમ્બરના રોજના સોનાના ભાવની સરખામણીએ 10 દિવસમાં સોનું લગભગ 5,000 રૂપિયા સસ્તું થયું છે.
દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
આ ઉપરાંત દેશના મુખ્ય શહેરો ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ કેરળ અને પૂણેમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ રૂપિયા 75,640 છે. જયારે આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 69,500 છે.
જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 75,810 છે
દિલ્હી માર્કેટમાં સોનાનો ભાવ
દિલ્હીમાં આજે બજારમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 70,000 છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 110 રૂપિયા વધીને 75,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના પોર્ટલ પર આપવામાં આવેલા દર મુજબ હાલ દર 73,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ઓક્ટોબરમાં મજબૂત વધારો નોંધાયો હતો
ભારતમાં તહેવારોમાં બુલિયન માર્કેટમાં સોનાની ભારે માંગને કારણે ભાવમાં ઓક્ટોબરમાં મજબૂત વધારો નોંધાયો હતો. જેમાં લગભગ 6 ટકાનો વધારો થયો હતો. જો કે નવેમ્બરમાં કિંમતો સતત ઘટી રહી છે. આજે દેશના બુલિયન માર્કેટમાં સોનું સસ્તું વેચાઈ રહ્યું છે.