પ્રયાગરાજ: પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન સામે ઉમેદવારોનું આંદોલન વેગ પકડી (Protest against UPPSC ) રહ્યું છે. આજે શુક્રવારે આ આંદોલન પાંચમા દિવસે પણ ચાલુ છે, આજે પણ સેંકડો પ્રદર્શનકારીઓ પંચની ઓફિસની બહાર રસ્તા પર એકઠા થયા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ થાળીઓ વગાડીને સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આજે સતત પાંચમા દિવસે પંચની ઓફિસની આસપાસના રસ્તાઓ પર પોલીસે બેરિકેડ લગાવી દીધા છે.
Also read: ઈલોન મસ્ક McDonald’s અને CNN પણ ખરીદી લેશે! ટ્રમ્પની જીત બાદ ચર્ચાએ જોર પકડ્યું
પંચે કરી જાહેરાત: ગઈકાલે, મુખ્ય પ્રધાન યોગીના આદેશ પર પંચે PSCની પ્રારંભિક પરીક્ષા જૂની પેટર્ન મુજબ એક દિવસ અને એક શિફ્ટમાં યોજવાની માંગ સ્વીકારી હતી. આ ઉપરાંત આરઓ અને એઆરઓની ભરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરીક્ષાની પેટર્ન નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સમિતિના રિપોર્ટના આધારે જ નિર્ણય લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું.
ઉમેદવારોએ કરી આવી માંગ: જોકે, આંદોલનકારી ઉમેદવારોએ પંચના આ નિવેદનને સ્વીકાર્યું ન હતું. ઉમેદવારોની કહેવું છે કે તેમની માંગ છે કે બંને પરીક્ષાઓ જૂની પેટર્ન મુજબ જ લેવામાં આવે. પંચ ઉમેદવરોને અંદરો અંદર લડાવવા માટે કામ કરી રહ્યું છે, તેથી જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.
પંચની જાહેરાત છતાં આંદોલનકારી ઉમેદવરો હટવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે જ્યાં સુધી PCSની જેમ RO-AROની પ્રિલિમિનરી પરીક્ષા પણ પહેલાની જેમ એક જ શિફ્ટમાં લેવાની જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન છોડશે નહીં.
Also read: SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ અસર
નોંધનીય છે કે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ઘણી પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતીઓ થઇ હતી, જેને કારણે આ ઉમેદવારોમાં રોષ છે.