Diljit Dosanjh ની હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો
હૈદરાબાદ: હૈદરાબાદમાં શુક્રવારે યોજાનારી કોન્સર્ટ પહેલા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજના (Diljit Dosanjh) આયોજકોને તેલંગાણા સરકારે નોટિસ પાઠવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવા નહિ. દિલજીતનો કોન્સર્ટ ભારતના 10 શહેરોમાં તેની “દિલ-લુમિનાટી” ટૂરનો એક ભાગ છે.
લાઈવ શો દરમિયાન આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે
ચંદીગઢ સ્થિત પ્રોફેસર પંડિતરાવ ધરેનાવર દ્વારા દોસાંજ સામે લાઈવ શોમાં આવા ગીતો ગાવા રોકવાની ફરિયાદ કરવામાં આવ્યા બાદ આ નોટિસ આપવામાં આવી છે. જેમાં રંગારેડ્ડી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા 7 નવેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ફરિયાદી દ્વારા વીડિયો પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં 26 અને 27 ઓક્ટોબરના રોજ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં લાઈવ શો દરમિયાન દિલજીત દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાતો નજરે પડે છે.
બાળકોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ
આ નોટિસમાં દિલજીત દોસાંજ પર 15 નવેમ્બરે હૈદરાબાદમાં યોજાયેલા લાઈવ શો દરમિયાન દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોટિસમાં ગાયકને તેના શો દરમિયાન સ્ટેજ પર બાળકોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નોટિસમાં આ વાત કહેવામાં આવી
આ નોટિસમાં 13 વર્ષથી નીચેના બાળકોનો પણ ઉલ્લેખ છે. જેમાં કોન્સર્ટની માર્ગદર્શિકા મુજબ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મંજૂરી છે. કોન્સર્ટ માર્ગદર્શિકા એ પણ કહે છે કે કોન્સર્ટમાં મોટા અવાજો અને ફ્લેશિંગ લાઇટ્સ શામેલ હોઈ શકે છે. જ્યારે મોટેથી સંગીત અને ફ્લેશિંગ લાઇટ બંને બાળકો માટે હાનિકારક છે. તેથી આયોજકો અને ગાયકોને 15.11.2024 ના રોજ સાયબરાબાદ લાઇવ શો દરમિયાન સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા અને દારૂ/ડ્રગ સંબંધિત ગીતો ન ગાવા સૂચના આપવામાં આવે છે.
Also Read – સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?
દલજીત ચારમિનાર પહોંચ્યો
આ દરમિયાન દિલજીતના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે ગાયક શહેરમાં પહોંચ્યો અને ઐતિહાસિક ચારમિનારની મુલાકાત લીધી. તેણે શહેરના મંદિર અને ગુરુદ્વારામાં પણ પ્રાર્થના કરી હતી.