મુંબઇ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના(SBI)ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં બેંકે ધિરાણદરમાં વધારો કર્યો છે. જેની અસર હોમ લોન અને લાંબા ગાળાની લોન લેનારા ગ્રાહકો પર પડશે. આ વધારાના લીધે હોમ લોનના ઇએમઆઈમાં પણ વધારો થઇ શકે છે. જેમાં મળતી માહિતી મુજબ એસબીઆઇએ કેટલાક સમયગાળાના ફંડ-આધારિત ધિરાણ દર (MCLR)ના માર્જિનલ કોસ્ટમાં 0.05 ટકાના વધારાની જાહેરાત કરી હતી.
બેંક દ્વારા તાજેતરમાં બે વાર MCLR વધારો કરાયો
એસબીઆઇએ હવે શુક્રવારથી એક વર્ષનો MCLR 0.05 ટકા વધારીને 9 ટકા કર્યો છે. એક વર્ષનો MCLR એ મુખ્ય મુદત છે જેમાં હોમ ફાઇનાન્સ જેવી લાંબા ગાળાની લોન જોડાયેલી છે. બેંક દ્વારા તાજેતરમાં બે વાર MCLR વધારો કરાયો છે. જેની પાછળનું કારણ વધતો જતો ડિપોઝિટ ખર્ચ અને બેંકો વચ્ચે લોન માટેની તીવ્ર સ્પર્ધા છે.
Also Read – આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટિ એસેટની એયુએમ ₹ ૫૦,૪૯૫.૫૮ કરોડની સપાટીએ
થાપણના દરો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા
એસબીઆઇના ચેરમેન સીએસ શેટ્ટીએ એ શેર કર્યું કે બેંકની 42 ટકા લોન MCLR સાથે જોડાયેલી છે. જ્યારે બાકીની એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે થાપણના દરો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે અને બેંક નવા ગ્રાહકો માટે પ્રાથમિક આકર્ષણ તરીકે વ્યાજ દરોનો ઉપયોગ કરવાનું ટાળશે. એસબીઆઈએ ત્રણ અને છ મહિનાની મુદત માટે MCLR પણ વધાર્યો છે. જ્યારે બેંકે એક મહિના, બે વર્ષ અને ત્રણ વર્ષની મુદત માટે વ્યાજદર યથાવત રાખ્યો છે.