સ્પોર્ટસ

રણજીમાં સૌરાષ્ટ્રનો ચિરાગ જાની બે રન માટે ડબલ સેન્ચુરી ચૂક્યો

ચંડીગઢ: અહીં ચંડીગઢ સામેની ચાર દિવસીય રણજી મૅચમાં બુધવારના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રનો હાર્વિક દેસાઈ (99) એક રન માટે સદી ચૂક્યો ત્યાર બાદ ગુરુવારે ચિરાગ જાની (198) બે રન માટે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. સૌરાષ્ટ્રના 531/9 ડિક્લેર્ડના જવાબમાં ચંડીગઢે 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

ચિરાગ જાનીએ 198 રન 354 બૉલમાં બે સિક્સર અને સત્તાવીશ ફોરની મદદથી બનાવ્યા હતા.
સૌરાષ્ટ્રના 531 રનમાં શેલ્ડન જૅક્સનના 69 રન અને અર્પિત વસાવડાના 58 રન તેમ જ પ્રેરક માંકડના 53 રન પણ સામેલ હતા.

આ પણ વાંચો: બે ટ્રિપલ સેન્ચુરી, ભાગીદારીનો વિક્રમ અને ચોક્કા-છગ્ગાની રમઝટઃ રણજી મૅચમાં રનનો ઢગલો

ચંડીગઢના સ્પિનર નિશુંક બિરલાએ ચાર વિકેટ અને બીજા સ્પિનર વિષ્ણુ કશ્યપે ત્રણ વિકેટ લીધી હતી.
ગ્રૂપ `ડી’માં સૌરાષ્ટ્રની ટીમ છેક સાતમા સ્થાને છે.

અન્ય રણજી મૅચોમાં શું બન્યું?

(1) દિલ્હીમાં ચાર દિવસીય મૅચમાં સર્વિસીઝના 240 રનના જવાબમાં બીજા દિવસે મુંબઈએ આયુષ મ્હાત્રેની સદી (116)ની મદદથી આઠ વિકેટે 253 રન બનાવીને 13 રનની સરસાઈ મેળવી હતી.

(2) નાગપુરમાં પંચાલના 88 રન, વિશાલ જયસ્વાલના 112 રન અને કૅપ્ટન ચિંતન ગજાના અણનમ 86 રનની મદદથી ગુજરાતે 343 રન બનાવ્યા બાદ વિદર્ભએ 202 રનમાં બે વિકેટ ગુમાવી હતી.

(3) વડોદરામાં મેઘાલયના 103 રનના જવાબમાં બરોડાએ જ્યોત્સનીલ સિંહના 121 અને શાશ્વત રાવતના 121 રનની મદદથી 442 રન બનાવીને સરસાઈ લીધી હતી. મેઘાલય બીજા દાવમાં 78 રનમાં આઉટ થઈ જતાં બરોડાએ એક દાવ અને 261 રનથી વિજય મેળવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker