ઠાકરેનું અપમાન કરનારાઓના હાથમાં રિમોટ: મોદીની ઉદ્ધવ ઠાકરે પર ટીકા
શિવાજી પાર્કમાં પીએમ મોદી: મહારાષ્ટ્ર ચૂંટણીની છેલ્લી સભામાં પીએમ મોદીએ વિપક્ષની ટીકા કરી હતી.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારના છેલ્લા તબક્કામાં મુંબઈના શિવાજી પાર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાવિકાસ આઘાડીની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે મુંબઈ શહેર બાળાસાહેબના સિદ્ધાંતોનું શહેર છે અને તેમનું અપમાન કરનારાઓના હાથમાં અત્યારે એમવીએનું રિમોટ આપવામાં આવ્યું છે.
એક તરફ, મહારાષ્ટ્રમાં મહાયુતિની વિચારધારા છે, જે આ બાળાસાહેબ અને છત્રપતિ શિવાજી મહારાજના સિદ્ધાંતો પર ગર્વ અનુભવે છે. બીજી તરફ મહાવિકાસ આઘાડીના વિચારો છે. જે મહારાષ્ટ્રનું સતત અપમાન કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડીના લોકો તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. રામ મંદિરનો વિરોધ કરતી આઘાડીએ જ મત માટે ભગવા આતંકવાદ શબ્દ પ્રયોજ્યો હતો. આ મોરચો હંમેશાં વીર સાવરકરનો વિરોધ કરે છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને હવે બાબાસાહેબના બંધારણનું અપમાન કરીને ફરી કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવા માગે છે, એમ કહીને વડા પ્રધાન મોદીએ મહાવિકાસ આઘાડીની ટીકા કરી હતી.
આ પણ વાંચો: મુંબઈ લોકોને જોડવા માગે છે અને કૉંગ્રેસ અને સાથીઓ સમાજને તોડવા માગે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કૉંગ્રેસ સરકાર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. જેમ પાણી વિના માછલીઓ તરફડે એમ કૉંગ્રેસ તરફડી રહી છે અને તેથી જ એસસી, ઓબીસી અને એસટીની એકતા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જેથી તેઓ એકબીજા સાથે લડતા રહે તો તેઓ નબળા પડે અને કૉંગ્રેસ મજબૂત થશે. એસટી-એસસી, ઓબીસીનો નાશ કરશે. તેથી હું વારંવાર કહું છું કે અગ્રણી લોકો કારનામા કરી રહ્યા છે ત્યારે એક વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. કી એક હૈ તો સેફ હૈ.
મુંબઈ એ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોનું શહેર છે. તે ગૌરવનું શહેર છે. પરંતુ મોરચામાં એક એવો પક્ષ છે જેણે બાળાસાહેબનું અપમાન કરનાર કૉંગ્રેસને રિમોટ કંટ્રોલ સોંપી દીધું છે એમ કહીને વડા પ્રધાન મોદીએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર ટીકા કરી હતી.
આ પણ વાંચો: એમવીએએ રાજ્યની સમસ્યાઓમાં વધારો કર્યો: મોદી
મહારાષ્ટ્રમાં તેમની છેલ્લી સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કહ્યું કે ભાજપ મહાયુતિ આગળ વધી રહી છે. તેમણે સૂત્ર આપ્યું કે મહારાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે. અમારી સાથે એટલે કે મહાયુતિ સમગ્ર મહારાષ્ટ્રનું આશીર્વાદ છે. મહારાષ્ટ્રમાં આ ચૂંટણી માટે આજે મારી છેલ્લી પ્રચાર સભા છે. આ દરમિયાન મેં આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. વિદર્ભ, મરાઠવાડા, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, કોંકણના દરેક વિસ્તારના લોકો સાથે વાતચીત કરી. દરેક જગ્યાએ એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, તે છે ભાજપ મહાયુતિ છે તો ગતિ છે, મુંબઈ અને મહારાષ્ટ્રની પ્રગતિ છે.