આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં ઈ-રિક્ષાની માંગણીએ જોર પકડયું

મુંબઈ: ઉપનગરોમાં ઑટોરિક્ષાની મોટી માગ અને ૫૦ લાખ જેટલી સવારી સાથે, પરિવહન નિષ્ણાતોએ સરકારને અરજી કરીને ટાપુ શહેરમાં ઇલેક્ટ્રિક ઓટો માટે પરવાનગીની માગણી કરી છે. નિષ્ણાતો કહે છે કે ઈ-રિક્ષાનો કોઈ અવાજ નથી અને વધુ મહત્ત્વની વાત એ છે કે તે કાર કરતાં રસ્તાની જગ્યા દીઠ ચો.મી.માં વધુ લોકોને લઈ જાય છે. ઈ-ઓટો એક દિવસમાં વધુ ટ્રિપ કરી શકે છે. નિષ્ણાતોએ સૂચન કર્યું છે કે ટ્રાફિક સાથે જોડાયેલી એજન્સીઓએ આંકડા, ટ્રાફિકની સમસ્યા, વાહનો અને વિસ્તારો દ્વારા યુઝરશિપ પેટર્નર્સનો અભ્યાસ કરવો જોઈએ અને પછી એકંદર વ્યૂહરચનાનું આયોજન કરવું જોઈએ.

ઇલેક્ટ્રિક ઓટો પરવડે તેવી, ઘોંઘાટ વિનાની અને પર્યાવરણને અનુકૂળ હશે અને રેલ્વે સ્ટેશનની બહારના શેર રૂટ પર ઓછા ભાડા પર ઉપલબ્ધ થઇ શકે છે.

જો કે, નિષ્ણાતોનું બીજું જૂથ આવા કોઈપણ પગલાની વિરુદ્ધ છે. હાલમાં, ઓટોને માત્ર મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરોમાં જ ચલાવવાની મંજૂરી છે અને સાયન/માહિમ અને કોલાબા વિસ્તારોમાં તેને મંજૂરી નથી. ટ્રાન્સપોર્ટ એક્ટિવિસ્ટ એ.વી. શેનોયે જણાવ્યું હતું કે સાઉથ મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં સાંકડી ગલીઓ છે અને ઇ-ઓટો મોટા પ્રમાણમાં ભીડ કરશે. તેથી કોઈપણ થ્રી-વ્હિલર્સ ઈલેક્ટ્રિક હોય કે નોનઈલેક્ટ્રિક હોય આ વાતને ધ્યાનમાં લીધા વગર તેને રજૂ કરવામાં ન આવે.

નાગરિકો અને ટૅક્સી ડ્રાઇવરોએ પણ સિટીમાં ઓટોના પ્રવેશનો વિરોધ કર્યો છે. શહેરના રહેવાસી કાર્યકર ગૌરાંગ વોરાએ જણાવ્યું હતું કે જો ઓટોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે તો રસ્તાઓ મોટરચાલક માટે દુ:સ્વપ્ન બની જશે . તે ભીડમાં વધારો કરશે, ટ્રાફિકની અવરજવરને અવરોધશે અને ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરશે.

ટૅક્સી યુનિયનના નેતાઓએ જણાવ્યું હતું કે ઓટો સ્ટેશન વિસ્તારોની નજીક અરાજકતા પેદા કરશે
અને તેમની પાર્કિંગ વ્યવસ્થાઓનું પણ ઉલ્લંઘન
કરશે.

એક પરિવહન અધિકારીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં વિવિધ મંચો પર આ મુદ્દા પર ઘણી વખત ચર્ચા કરવામાં આવી હતી. અમે એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે ટાપુના શહેરમાં કોઈ ઓટો હોવી જોઈએ નહીં, કારણ કે તે ગેરશિસ્ત તરફ દોરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button