અમેરિકાના કેપિટલ હિલમાં દિવાળીની ઉજવણી
વોશિંગ્ટનઃ અમેરિકાના કેપિટલ હિલમાં બે ડઝનથી વધુ સાંસદો અને નામાંકિત ભારતીય અમેરિકનોએ દિવાળીની ઉજવણી કરી હતી. જે ગત સપ્તાહની રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ યુએસ કોંગ્રેસમાં પ્રથમ મોટું આયોજન હતું.
મંગળવારે વાર્ષિક ‘કેપિટલ હિલમાં દિવાળી’નું આયોજન બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા હિંદુ અમેરિકન ફાઉન્ડેશન, સિખ ફોર અમેરિકા, જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા અને આર્ટ ઓફ લિવિંગ સહિત અન્ય ઘણા ભારતીય અમેરિકન સંગઠનોના સહયોગથી કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગત સપ્તાહે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: પ્રાસંગિક: અમેરિકામાં સત્તાપલટા પછી બે યુદ્ધમાં વિરામ?
દિવાળીની ઉજવણીમાં બોલતા સેનેટર રેંડ પોલે કહ્યું કે અમેરિકા વસાહતીઓની ભૂમિ છે, જે વિશ્વભરના શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી લોકોને આકર્ષિત કરે છે. તેઓ સાથે મળીને અમેરિકાને એક મહાન દેશ બનાવે છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
પોલે કહ્યું કે હું વધુ માન્ય ઇમિગ્રેશનનો મોટો સમર્થક છું અને તેને વધારવા માટે મારી પાસે ઘણા બીલ છે. હું તેના પર કામ કરવાનું ચાલું રાખીશ. તમારી દિવાળી મંગળમય રહે. આ પ્રસંગે ભારતીય અમેરિકનોને અભિનંદન પાઠવતા મિસિસિપીના સેનેટર સિન્ડી હાઇડ-સ્મિથે કહ્યું કે તેઓ આગામી ચાર વર્ષ માટે ખૂબ ઉત્સાહિત છે. આ સભામાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા પર ઉપસ્થિત હતા.