સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?
અંબાણી પરિવારના મેન્સ ક્લબ કરતાં મહિલા મંડળ વધારે ચર્ચામાં રહે છે અને એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ તો અવારનવાર કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણીએ બ્યુટી બ્રાન્ડના પહેલાં સ્ટોર લોન્ચના ઈવેન્ટને કારણે ચર્ચામાં છે. આ જ ઈવેન્ટમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલો છે જેમાં હંમેશા સાસુ નીતા અંબાણી સાથે દેખાતી વહુ શ્લોકા મહેતા આ ઈવેન્ટમાં દાદી સાસુ કોકિલાબહેન અંબાણી સાથે જોવા મળી હતી. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
આ ઈવેન્ટમાં ઈશા અંબાણીને સપોર્ટ કરવા મમ્મી નીતા અંબાણી સહિત અનેક બોલીવૂડ એક્ટ્રેસે હાજરી આપી હતી. જ્યાં એક તરફ નીતા અંબાણી દીકરી ઈશા સાથે ઈવેન્ટ પર પહોંચ્યા હતા ત્યાં ભાભી શ્લોકા પણ લાડકવાયી નણંદને સપોર્ટ કરવા માટે દાદી સાસુ કોકિલાબેન અંબાણી સાથે પહોંચીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
આ પણ વાંચો: રાજસ્થાનમાં જુઓ ઈશા અંબાણીના સાસરિયાંની પૈતૃક હવેલી
સોશિયલ મીડિયા પર શ્લોકા અને કોકિલાબેન અંબાણીનો વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને શ્લોકાનો આ અંદાજ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ શ્લોકાના સંસ્કારની સાથે સાથે જ તેની ફેશન સેન્સના પણ વખાણ કરી રહ્યા છે. વ્હાઈટ કલરના શિમરી ગાઉનમાં શ્લોકા એકદમ પરી જેવી સુંદર લાગી રહી છે. આ સુંદર આઉટફિટ સાતે શ્લોકાએ સ્ટેક્ડ બીડેડ બ્રેસલેટ, ટીયર ડ્રોપ ઈયર રિંગ્સ અને ચોકર પહેરીને પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો હતો.
આ પણ વાંચો: આજે છે અંબાણી ટ્વિન્સનો જન્મદિવસ, પિતાના પગલે પગલે ચાલે છે ઈશા અને આકાશ…
વાત કરીએ કોકિલાબેનની તો હંમેશાની જેમ કોકિલાબહેને પિંક કલરની વર્કવાળી સાડી અને હેવી જ્વેલરી પહેરી હતી. શ્લોકાનો આ સિમ્પલ અવતાર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તમે પણ ના જોયો હોય તો અત્યાર જ જોઈ લો આ વાઈરલ વીડિયો…