પાટનગરમાં શ્વાસ લેવાનું બન્યું મુશ્કેલઃ એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર
નવી દિલ્હીઃ દેશના પાટનગરમાં પ્રદૂષણનું પ્રમાણ જોરદાર વધી રહ્યું છે, પરિણામે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પાટનગર નવી દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ) આજે સવારે 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. આ અગાઉ બુધવારે સરેરાશ એક્યૂઆઇ 349 નોંધાયો હતો.
સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અનુસાર આજે સવારે 7:15 વાગ્યા સુધી રાજધાની દિલ્હીમાં સરેરાશ એક્યૂઆઇ 430 પોઈન્ટ પર રહ્યો હતો. જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે દિલ્હીમાં ફરીદાબાદમાં 284, ગુરુગ્રામ 309, ગાઝિયાબાદ 375, ગ્રેટર નોઇડા 320 અને નોઇડા 367 પોઇન્ટ છે.
આજે પાટનગર દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં એક્યૂઆઇ સ્તર 400થી ઉપર ગયું છે, જેમાં અલીપુરમાં 420, આનંદ વિહારમાં 473, અશોક વિહારમાં 474, આયા નગરમાં 422, બવાનામાં 455, ચાંદની ચોકમાં 407, ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં 417, દ્વારકા સેક્ટર 8માં 458, આઈજીઆઈ એરપોર્ટમાં 435, આઇટીઓમાં 434, જહાંગીરપુરીમાં 471, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 408, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 444 અને મંદિર માર્ગમાં 440 એક્યૂઆઇ નોંધાયું હતું.
આ પણ વાંચો :મુંબઈગરાઓએ ફરીથી માસ્ક ખરીદવા પડે તેવી સ્થિતિ, હવા મંદ પડતા પ્રદૂષણમાં વધારો
આ ઉપરાંત, મુંડકામાં 407, નજફગઢમાં 457, નરેલામાં 438, ઉત્તર કેમ્પસ ડીયૂમાં 421, એનએસઆઇટી દ્વારકામાં 425, ઓખલા ફેઝ 2માં 440, પટપરગંજમાં 472, પંજાબી બાગમાં 459, પુસામાં 404, આરકે પુરમમાં 454 , રોહિણીમાં 453, શાદીપુરમાં 427, સિરી ફોર્ટમાં 438, સોનિયા વિહારમાં 444, સોનિયા વિહારમાં 468 અને વઝીરપુરમાં 467 એક્યૂઆઇ નોંધાયું હતું. દિલ્હીના પાંચ વિસ્તારોમાં એક્યૂઆઇ સ્તર 300 થી ઉપર અને 400 ની વચ્ચે રહે છે.
નોંધનીય છે કે સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ દ્વારા એક્યૂઆઇના કરાયેલા વર્ગીકરણ મુજબ, 0થી 50ને સારુ, 51થી 100ને સંતોષકારક, 101થી 200ને મધ્યમ, 201થી 300ને ખરાબ અને 301થી 400ને ખૂબ ખરાબ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ સિવાય 401થી 500ને ગંભીર ગણવવામાં આવે છે.