Khyati Hospital News: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 દર્દીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇ પણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા.
આ કેસમાં ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. આજે વસ્ત્રાપુર પોલીસે કોર્ટમાં વજીરાણીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય ચાર તબીબોને શોધવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ મુખ્ય ડોક્ટરની ધરપકડ, અત્યાર સુધીમાં શું થઈ કાર્યવાહી?
આ કાંડને લઈ આજે બોરીસણાના ગ્રામજનો વિફર્યા હતા અને હાઇ-વે ચક્કાજામ કર્યો હતો. જેથી રોડ ઉપર બંને સાઈડ વાહનોની લાંબી કતાર લાગી હતી. ઉપરાંત લોકોએ રસ્તા પર દોષીઓના નામે છાજીયા પણ લીધા હતા.
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ડોક્ટર સંજય પટોલિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ડો. સંજય પટોલિયા રાજકોટમાં અને સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાંમાં ખ્યાતિ હોસ્પિટલના ડો. સંજય પટોલિયાની ન્યુ લાઇફ હોસ્પિટલની OPD કરવામાં રદ્દ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PMJAY યોજના અંતર્ગત સરકારે ખ્યાતિ હોસ્પિટલને પાંચ મહિનામાં આટલા કરોડ રૂપિયા ચૂકવ્યા
રાજકોટના વિદ્યાનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5 માં આવેલી ડો. પટોલિયાની હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે જ હોસ્પિટલને ગોઠવવામાં આવેલી સર્જરી તથા ઓપીડી હાલ પૂરતી બંધ હોવાની સૂચના આપવામાં આવી હતી.
ડોક્ટર સંજય પટોલિયા ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર હોવાથી તેમને પણ આ કેસની અસર થઈ છે. રાજકોટમાં પણ ઘણી હોસ્પિટલ આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કરી કૌભાંડ કરે છે તેવી લોકોમાં ચર્ચા છે. જેને લઈ હવે તપાસની કડી રાજકોટ સુધી પહોંચી શકે છે.