આપણું ગુજરાત

મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આ તારીખથી શરૂ થશે ખાસ ઝૂંબેશ

ગાંધીનગર: ભૂલરહિત મતદારયાદી તૈયાર કરીને કોઈપણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત રાજ્યભરમાં 17 નવેમ્બર તથા 23 અને 24 નવેમ્બરના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજવામાં આવશે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત યોજાનાર ખાસ ઝૂંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બુથ લેવલ ઑફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. આગામી 1 જાન્યુઆરીની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. સાથે જ જે યુવાઓના તા.01.01.2025 થી તા.01.10.2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ ઍડવાન્સ ઍપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટરમાં તેમનું નામ નોંધાવી શકશે.

આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. વધુમાં ખાસ ઝૂંબેશના દિવસો સિવાય તા.28.11.2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકશે.

આ પણ વાંચો : “જય આદિનાથ” શેત્રુંજય પર્વત પર આવતીકાલથી શરૂ થશે ગિરિરાજ યાત્રા

આ રીતે પર કરી શકશો નોંધણી:
અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની Voter Helpline App અને ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ http://voters.eci.gov.in/ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીની વેબસાઈટ https://ceo.gujarat.gov.in/Index પરથી ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker