ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

PM Modiને મળશે વધુ એક ઈન્ટરનેશનલ સન્માનઃ જોઈ લો વિદેશના સર્વોચ્ચ સન્માનની યાદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક છે. છેલ્લા 10 વર્ષમાં તેમને વિશ્વના અનેક દેશો સર્વોચ્ચ સન્માન આપી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં કેરેબિયન દેશ ડોમિનિકા પણ સામેલ છે. ડોમિનિકાએ પણ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજવાનો ફેંસલો કર્યો છે.

પીએમ મોદીને કયા કયા દેશો સર્વોચ્ચ સન્માન આપી ચુક્યા છે

રશિયાએ પીએમ મોદીને 9 જુલાઈ, 2024ના રોજ ઓર્ડર ઓફ સંટ એન્ડ્રયૂ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

ભારતના પડોશી દેશ ભૂટાને 24 માર્ચ, 2024ના રોજ પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગથી નવાજ્યા હતા.

ગ્રીસ પણ પીએમ મોદીને સન્માનિત કરી ચુક્યું છે. ગ્રીસે 25 ઓગસ્ટ 2023ને ગ્રેંડ કોર્સ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા.

પીએમ મોદીને ફ્રાંસે 14 જુલાઈ 2024ના રોજ લીધન ઓફ ઓનરથી નવાજ્યા હતા. આ અવસર પર ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીને 22 મે 2023ના રોજ પાપુઆ ન્યુ ગિનીએ પણ તેનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું. પાપુઆ ન્યુ ગિનીને પીએમ મોદીને કમ્પેનિયન ઑફ ઑર્ડર ઑફ પીપલથી સન્માનિત કર્યા હતા.

અમેરિકાએ 21 ડિસેમ્બર 2020ના રોજ પીએમ મોદીને લીઝન ઓફ મેરિટથી સન્માનિત કર્યા હતા.

પીએમ મોદીને 24 ઓગસ્ટ 2019ના રોજ બેહરીનના કિંગ હમાદ ઓર્ડર ઑફ ધ રેનેસાંથી સન્માનિત કર્યા હતા.
પીએમ મોદીને યુએઈએ 2019માં ઑર્ડર ઑફ જાયાદ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

સન્માનનું નામ દેશનું નામવર્ષ
ઓર્ડર ઓફ સેંટ એન્ડ્રયૂ પુરસ્કાર રશિયા 9 જુલાઈ 2024
ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગ ભૂટાન 24 માર્ચ 2024
ગ્રેંડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનર ફ્રાન્સ 13 જુલાઈ, 2023
ઓર્ડર ઓફ નાઇલ ઈજિપ્ત જૂન 2023
કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી ફિજી મે 2023
ગ્રેંડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહૂ પાપુઆ- ન્યૂ ગિની મે 2023
અબાકલ એવોર્ડ પલાઉ 2023
ઓર્ડર ઓફ ધ ડુક ગ્યાલયો ભૂટાન 2021
લીઝન ઓફ મેરિટ અમેરિકા 2020
કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રિનેસાંસ બેહરીન 2019
ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઈઝ્ઝુદીન માલદીવ 2019
ઓર્ડર ઓફ સેંટ એન્ડ્ર્યૂ રશિયા 2019
ઓર્ડર ઓફ જાયદ યુએઈ 2019
ગ્રેંડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન પેલેસ્ટાઈન2018
સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમર અમાનુલ્લાહ ખાન અફઘાનિસ્તાન2016
કિંગ અબ્દુલ અજીજ સશ સાઉદી અરબ 2016

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button