અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં Coldplay કોન્સર્ટને લઈ હોટેલના ભાડામાં તોતિંગ વધારો, એડવાન્સ બુકિંગ કેન્સલ

અમદાવાદઃ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ ભારતમાં વધુ એક શોની જાહેરાત કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ પરફોર્મ કરશે. મુંબઇના ત્રણ શો પૂરા થયાના થોડા દિવસ બાદ 25 જાન્યુઆરીએ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. શો માટેની ટિકિટનું વેચાણ 16 નવેમ્બરે 12 વાગ્યાથી BookMyShow પર થશે.

આ અગાઉ બેન્ડે સોશિયલ મીડિયા પર અમદાવાદમાં યોજાનારા શોની જાહેરાત કરતા લખ્યું હતું કે તેઓ 25 જાન્યુઆરીના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શો યોજશે, જે અત્યાર સુધીનો સૌથી મોટો શો હશે.

અમદાવાદમાં કોલ્ડપ્લેના કોન્સર્ટની તારીખ સામે આવ્યા બાદ હોટેલના ભાવમાં તોતિંગ વધારો થઈ ગયો છે. કોન્સર્ટની તારીખ પર હોટેલની રૂમનું એક રાતનું ભાડું રૂ. 50,000 પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું હતું કે અમદાવાદમાં હોટલમાં 25/26 જાન્યુઆરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. અન્ય યુઝર્સે લખ્યું હતું કે મેં વિચાર્યું કે જો હું કોલ્ડપ્લેની ટિકિટ મેળવી શકું તો હું હોટેલનો રૂમ બુક કરાવીશ. કિંમતો પહેલેથી ખૂબ વધી ગયું છે.

આ પણ વાંચો :આનંદો! હવે અમદાવાદમાં પણ કોલ્ડપ્લે કોન્સર્ટ…

કેટલાક ચાહકો કે જેમણે વહેલું બુકિંગ કરાવ્યું હતું તેમને પણ કેન્સલેશનનો સામનો કરવો પડ્યો છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘કોલ્ડપ્લે અમદાવાદ શોની જાહેરાત થયાના 2 મિનિટ પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક હોટલ બુક કરી હતી. મને હમણાં જ એક ઇમેઇલ મળ્યો કે તમારું બુકિંગ રદ થઈ ગયું છે. મેં એક રાત 1,800 રૂપિયામાં બુક કરાવી હતી. હવે તે થોડા કલાકોમાં 18,000 રૂપિયા સુધી પહોંચી જશે.’

કોલ્ડપ્લે બેન્ડના મુંબઈ શોની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ હતી ત્યારે તેમના ચાહકોને ભારે નિરાશા થઇ હતી. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ તેના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂરના ભાગરૂપે અમદાવાદ, ગુજરાતમાં તેના ચોથા કોન્સર્ટની તારીખ જાહેર કરી હતી.

બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે 18, 19 અને 21 જાન્યુઆરીના રોજ નવી મુંબઈ, મહારાષ્ટ્રના ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પરફોર્મ કરશે અને તેના ત્રણેય શોની ટિકિટ ચપોચપ વેચાઇ ગઇ હતી અને ટિકિટોના કાળા બજારમાં લાખોના ભાવ બોલાતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button