પુરુષલાડકીસ્પેશિયલ ફિચર્સ

મેલ મેટર્સ : આ ગગગ વળી શું ચીજ છે?

બ્રહ્મચર્યનો ક્ધસેપ્ટ આયુર્વેદે સદીઓ પહેલાં આપ્યો છે!

-અંકિત દેસાઈ
નવેમ્બર મહિનાના આગમન સાથે જ સોશિયલ મીડિયામાં ગગગની ચર્ચા શરૂ થઈ જાય છે. આ ગગગ એટલે શું? તો કે ‘નો નટ નવેમ્બર’ અને આ ‘નો નટ નવેમ્બર’ એટલે શું? તો કહે : સોશિયલ મીડિયા યુઝર્સ નવેમ્બર મહિનામાં ચેલેન્જ લે છે કે એ આખા નવેમ્બર દરમિયાન કોઈ પણ સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં નહીં જોડાય અને સ્ખલન અટકાવશે!

અલબત્ત, આવી વાતો થાય છે, પણ મિમ્સ અને રિલ્સથી આગળ વધીને આને લઈને આગળ કોઈ જ કંઈ કરતું નથી. જોકે, કેટલાક વીરલા એવા પણ ખરા, જે ‘ગગગ’ પાળ્યાનો ફાંકો મારતા હોય છે અને પછી ગગગથી એમના જીવનમાં શું શું પરિવર્તન આવ્યાં એ વિશે ગર્વપૂર્વક પોસ્ટ્સ અપલોડ કરીને બીજી પાંચ-પંદર હજાર લાઈક્સ ઉઘરાવી લેતા હોય છે.

જોકે આ ગગગ તો એક મહિના પૂરતું જ હોય છે, પરંતુ આયુર્વેદ સદીઓથી કહી રહ્યું છે કે જીવનમાં શારીરિક, માનસિક અને અધ્યાત્મિક ઉન્નતિ માટે બ્રહ્મચર્ય અત્યંત આવશ્યક છે. આયુર્વેદે ડંકાની ચોટે કહ્યું છે કે કોઈ પણ પ્રકારની યૌન ગતિવિધિઓ માત્ર આનંદ કે ઈન્દ્રીય સુખ માટે નહીં, પરંતુ સ્વસ્થ અને સંસ્કારી સંતાનપ્રાપ્તિ માટે જ હોવી જોઈએ.

આ સાથે આયુર્વેદે બ્રહ્મચર્યને એક પત્નીત્વ સાથે પણ જોડી આપ્યું છે, જે અંતર્ગત આયુર્વેદે પરિણીત લોકોને પણ યૌન ગતિવિધિ સીમિત કરી આપી છે. વળી, એ સીમિત યૌન ગતિવિધિને પણ બ્રહ્મચર્યમાં જ ગણાવ્યું છે. કેમ? તો કે ત્યારેય આપણે એ સિદ્ધ કરી આપ્યું છે કે એક પત્નીત્વ અથવા તો સીમિત યૌન ગતિવિધિ નહીં થાય તો આપણું આયુષ્ય ઘટે છે. આયુર્વેદે કહ્યું છે કે બ્રહ્મચર્ય એ જીવનકાળ વધારવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે.

બ્રહ્મચર્ય આપણી અંદર એક મર્યાદા ઊભી કરે છે, જેને કારણે આપણું મન અને આપણા વિચારો સ્થિર થાય છે, જેને કારણે અન્ય સર્જનાત્મક કાર્યોમાં આપણું મન પરોવી શકીએ છીએ અને જીવનમાં કશાંક નક્કર કાર્ય કરી શકીએ છીએ.

જીવનને જો નિરોગી રાખવું હોય, દાયકાઓ સુધી અત્યંત ઊર્જા અને જોશ સાથે કામ કરવું હોય તો એ માટે આયુર્વેદે ત્રણ ઉપસ્તંભો નક્કી કર્યા છે. એ ત્રણ ઉપસ્તંભો એટલે આહાર-નિદ્રા અને બ્રહ્મચર્ય. એટલે કે આપણા માટે ઊંઘ કે આહારનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બ્રહ્મચર્યનું છે!

ફરક માત્ર એટલો છે કે આહાર અને ઊંઘ અભાવના પરચા આપણને બે દિવસની અંદર મળવા માંડે છે, જ્યારે બ્રહ્મચર્યના અભાવના પરચા ચાળીસી પછી જોવા મળે છે એટલે આપણે એમ માની લેતાં હોઈએ છીએ કે બ્રહ્મચર્ય પાલન એ તો જૂનો ક્ધસેપ્ટ થઈ ગયો અને એ તો ઋષિઓનું કામ, આપણું નહીં!

અહીં એક વાત એ પણ જાણી લો કે આયુર્વેદે બ્રહ્મચર્યને કંઈ માત્ર યૌન ગતિવિધિઓ પૂરતું જ મર્યાદિત નથી રાખ્યું. આયુર્વેદ વાણી અને મનના સંયમને પણ બ્રહ્મચર્ય સાથે સાંકળે છે.

આખરે આપણે વીર્યના સ્ખલન પર જેટલી ચર્ચા કરીએ છીએ એટલી શબ્દોના સ્ખલન પર કરતા નથી, પરંતુ આપણા જીવનના મોટા ભાગના ભવાડા શબ્દોના સ્ખલનને કારણે સર્જાય છે એટલે ‘નો નટ નવેમ્બર’ પણ તેના ક્ધસેપ્ટમાં ફેરફાર કરવો હોય તો કરી શકે અને યૌન ગતિવિધિ સાથે વાણીના સ્ખલનના મુદ્દામાં એમાં જોડવો હોય તો જોડી શકે. વળી, આ તો સોશિયલ મીડિયા ટ્રેન્ડ છે એટલે આ આધુનિક મુદ્દો તો ગગગમાં નહીં આવે,

આ પણ વાંચો…..બટેંગે તો કટંગે પર વિભાજિત થઇ ગઇ મહારાષ્ટ્ર ભાજપ, પંકજા મુંડેએ….

પરંતુ જો આયુર્વેદના રચયિતાઓ આજના સમયમાં હયાત હોત તો એમણે મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગને પણ બ્રહ્મચર્યમાં આવરી લીધું હોત. આખરે કોઈ પણ વાત-વસ્તુનો અતિરેક એ બ્રહ્મચર્યનો ભંગ છે અને જ્યાં અતિ છે જ્યાં મતિ નથી અને જ્યાં મતિ નથી ત્યાં દુર્ગતિ જ હોય છે.

બાય ધ વે, આ પણ અયુર્વેદે જ સિદ્ધ કર્યું છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button