આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, CISF કંટ્રોલ રૂમ પર આવ્યો ફોન

મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી પ્લેનમાં કે એરપોર્ટ પર બોમ્બ રાખ્યો હોવાની ધમકીના ફોન કોલ્સ સત્તાવાળાઓને મળી રહ્યા છે. દરમિયાન બુધવારે બપોરે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. એક અજાણ્યા કોલરે દાવો કર્યો હતો કે એરપોર્ટને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ કોલ CISF કંટ્રોલ રૂમને કરવામાં આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મોહમ્મદ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો, જે વિસ્ફોટકો સાથે મુંબઈથી અઝરબૈજાન જઈ રહ્યો હતો. આ ધમકીભર્યા કોલ બાદ સીઆઈએસએફે તરત જ પોલીસને જાણ કરી હતી, જેના પગલે એરપોર્ટ પર ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે એરપોર્ટ કે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલા પણ ઘણી વખત ફોન પર આવી ધમકીઓ આપવામાં આવી છે. થોડા દિવસો પહેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર બોમ્બ રાખ્યો હોવાની ખોટી ધમકી મળી હતી. 25-26 ઓક્ટોબરની રાત્રે દિલ્હીના IGI એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મળી હતી. ધમકી મળ્યા બાદ તુરંત જ સુરક્ષા અધિકારીઓ પ્રોટોકોલનું પાલન કરીને તપાસમાં લાગ્યા હતા. તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે સંકલન સાધ્યું હતું અને નાગરિક ઉડ્ડયનની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો :મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા

આ પછી દિલ્હી પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીનું નામ શુભમ ઉપાધ્યાય હતું. 12મા ધોરણ સુધી ભણેલા અને ઉત્તમ નગરના રાજાપુરીના બેરોજગાર રહેવાસી શુભમે આ ફોન કર્યો હતો.

આ પણ વાંચો : મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા

પ્લેનને બૉમ્બથી ઉડાવી દેવાની મળી રહી છે સતત ધમકીઓ

ઓક્ટોબર મહિનાથી જ હવાઇ યાત્રાને જાણે ગ્રહણ લાગી ગયું છે. એરપોર્ટને અને પ્લેનોને સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. છેલ્લા બે મહિનામાં લગભગ 90 વિમાનોને બોમ્બની ધમકી મળી છે. આ તમામ ધમકીઓ ખોટી નીકળી છે. પરંતુ તેનાથી 200 કરોડનું નુકસાન થયું છે. આજે પણ પ્લેનમાં વધુ એક બોમ્બની ધમકી મળી હતી. નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જે બાદ તરત જ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળ્યા બાદ વિમાનને રાયપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનની તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ આ ઘટનાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker