આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બટેંગે તો કટંગે પર વિભાજિત થઇ ગઇ મહારાષ્ટ્ર ભાજપ, પંકજા મુંડેએ….

મુંબઇઃ એનસીપી નેતા અજિત પવાર બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે ‘ ના નારાના વિરોધમાં ભાજપના જ એક નેતા આવ્યા છે. BJP MLC પંકજા મુંડેએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે , ‘મારી રાજનીતિ અલગ છે. અમે ભલે એક જ પક્ષનો છીએ, પણ હું તેમનું (યોગીના નારાનું) સમર્થન નહીં કરું.

હું માનું છું કે આપણે માત્ર વિકાસ પર કામ કરવું જોઈએ. એક નેતા તરીકે મારું કામ આ ધરતી પર રહેતી દરેક વ્યક્તિને પોતાના બનાવવાનું છે. તેથી, મારે મહારાષ્ટ્રમાં આવો કોઈ મુદ્દો ઉઠાવવાની જરૂર નથી.’ રસપ્રદ રીતે પીએમ મોદી પોતે પણ “એક હૈં તો સેફ હૈં ” સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે. વિરોધ પક્ષોનું માનવું છે કે, આ યોગીની જ વાત કહેવાની બીજી રીત છે.

પંકજા મુંડેએ એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની જમીની પરિસ્થિતિ અલગ છે. યોગીજીએ અલગ સંદર્ભમાં આ નારો આપ્યો હતો. એનો અર્થ એ નથી કે મહારાષ્ટ્રમાં પણ આ નારાનો ઉપયોગ કરવો જોઇએ. મોદીજીએ દેશના દરેકની સેવા કરી છે. લોકોને રાશન, મકાન કે સિલિન્ડર આપતી વખતે તેમણે જાતિ કે ધર્મ જોયો ન હતો.

પંકજા મુંડે ભાજપના દિવંગત દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી છે. તેમના સમર્થકો માને છે કે, મોદી- અમિત શાહ યુગના ઉદયથી જ પંકજાને પાર્ટીમાં બાકાત રાખવામાં આવ્યા છે. જોકે, તેઓ એક મજબૂત OBC ચહેરો છે જેને પક્ષ અવગણી શકે નહીં. પંકજાએ તાજેતરમાં લોકસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેઓ હારી ગયા હતા. મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શન પછી, પાર્ટીએ તેના સુધારાત્મક પગલાઓમાંના એક તરીકે પંકજાને MLC સીટ આપી હતી.

Also Read – Assembly Election: ઉદ્ધવ ઠાકરેના કાફલાને અટકાવાયો, ક્યાં અને કોણે રોક્યો?

મહાયુતિ ગઠબંધન હેઠળ, પર્લીની મુંડે પરિવારની બેઠક એનસીપીના ક્વોટામાં ગઈ છે, જેણે પંકજાના પિતરાઈ ભાઈ ધનંજય મુંડેને મેદાનમાં ઉતાર્યા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં બંને એકબીજા સામે લડ્યા હતા, જેમાં ધનંજય એનસીપીની ટિકિટ પર જીત્યા હતા. પંકજાએ હાલમાં પક્ષના કાર્યકરોને ઘડિયાળ’ પ્રતીક (એનસીપી)ને ‘કમળ’ ના પ્રતીક સમાન ગણી તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડે માટે પ્રચાર કરવાની અપીલ કરી છે.

ભાજપના સાથી પક્ષો પણ આ નારાથી નારાજ
ભાજપના સાથીપક્ષ એનસીપીના નેતા અજિત પવાર અને શિવસેનાના નેતા એકનાથ શિંદે ‘બટેંગે તો કટંગે’ નારાનો વિરોધ કરી ચૂક્યા છે. અજિત પવારની એનસીપી એનસીપી પરંપરાગત રીતે લઘુમતીઓનું સમર્થન મેળવે છે. તેથી તેઓ આ સૂત્રનો વિરોધ કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે ‘બટેંગે તો કટંગે’ જેવા સૂત્રો દ્વારા રજૂ કરવામાં આવતી રાજનીતિ મહારાષ્ટ્રમાં ચાલશે નહીં. તે યુપી, ઝારખંડ જેવા રાજ્યોમાં કામ કરી શકે છે. એનસીપીના નેતા અને ઉમેદવાર નવાબ મલિકે પણ કહ્યું છે કે ભાજપે તેના ઢંઢેરામાં આપેલું ધર્માંતરણ વિરોધી કાયદાનું વચન મહાયુતિના એજન્ડામાં નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker