વેપાર

રિલીફ રેલી ચાલુ રહી શકે: ફોક્સ યુએસ ઇન્ફ્લેશન પર, કોર્પોરેટ પરિણામોને કારણે વોલેટિલિટી રહેશે

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

વિદેશી રોકાણકારો દ્વારા આક્રમક વેચાણ, ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં આવેલા ઉછાળા, સપ્તાહના પ્રારંભિક ભાગમાં યુએસ ડોલરની વૃદ્ધિ, ક્રૂડ ઓઇલના ભાવમાં રિકવરી જેવા પરિબળો છતાં કેટલાક પોઝિટીવ મેક્રો ઇકોનોમિક ડેટા અને આરબીઆઈ દ્વારા અપેક્ષિત નીતિ પરિણામને લીધે સપ્તાહના ઉત્તરાર્ધમાં માર્કેટમાં રિકવરી જોવા મળી હતી. બજારના માનસને ખાસ કરીને ક્રૂડ ઓઇલના ઘટેવા ભાવ, દેશના મજબૂત પીએમઆઇ ડેટા અને રેપો રેટની સ્થિરતનો કારણે ટેકો મળ્યો છે.

બજારના પીઢ અભ્યાસુઓ માને છે કે, આ સપ્તાહમાં પણ ઇક્વિટી માર્કેટની રિકવરી ચાલુ રહી શકે છે, પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનની શરૂઆતને જોતાં વધુ સ્ટોક સ્પેસિફિક પગલાં સાથે વોલેટિલિટીને નકારી શકાય નહીં. આ ઉપરાંત હમાસ અને ઇઝરાયલના ઘમાસાણ યુદ્ધને કારણે એકંદર વૈશ્ર્વિક ઇન્વેસ્ટમેેન્ટ સેન્ટિમેટ પર સર વર્તાઇ શકે છે.

સમીક્ષા હેટલના સપ્તાહમાં સેન્સેક્સ ૧૬૭ પોઈન્ટ વધીને ૬૫,૯૯૬ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી બેન્ચમાર્ક ૧૫ પોઈન્ટ વધીને ૧૯,૬૫૪ પોઇન્ટ પર સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૬ ટકા અને સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ સપ્તાહ દરમિયાન ૦.૭ ટકા વધ્યો હતો. ઓટો, બેંક, એનર્જી, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ શેરો દબાણ હેઠળ હતા, જ્યારે ટેક્નોલોજી અને રિયલ્ટી શેરોમાં પોઝિટીવ વલણ હતું. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૮ ટકા વધ્યો, મિડકેપ ઇન્ડેક્સ ૦.૮ ટકા ઘટ્યો અને લાર્જ-કેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો.

ફેડરલ રિઝર્વના નિર્ણય અંગેની ચિંતા સાથે ક્રુડ ઓઈલની વધતી કિંમતો અને ફુગાવાના દબાણને કારણે સ્થાનિક બજાર સમગ્ર સપ્તાહ દરમિયાન અસ્થિરતાથી ઘેરાયેલું હતું. યુએસ બોન્ડની ઉપજમાં વધારો અને ભારતીય રૂપિયામાં અસ્થિરતાને કારણે બજારના સેન્ટિમેન્ટ પર નેગેટીવ સર જોવા મળી હતી. વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી, ઘટતી જતી પ્રવાહિતા અને લેવાલી માટેના ટ્રીગરના અભાવને કારણે, બજાર ઊંચા સ્તરે મજબૂત પ્રતિકારનો સામનો કરી રહ્યું હોવાનું ટોચના રિસર્ચ હેડએ જણાવ્યું હતું.

સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રતિકૂળ વૈશ્ર્વિક સંકેતોને કારણે આઇટી શેરોએ નબળો દેખાવ કર્યો હતો, જ્યારે ફાર્મા સેક્ટરમાં મજબૂત ખરીદીનો રસ જોવા મળ્યો હતો કારણ કે રોકાણકારોએ વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાઓના પ્રતિભાવમાં રક્ષણાત્મક વ્યૂહરચના અપનાવી હતી. છતાં સારા બૃહદ અર્થતાંત્રિક ડેટા અને આરબીઆઇની તુલનાત્મક અને આશંકાથી વિપરિત સાનૂકૂળ નીતિ ઘોષણાને પરિણામે સાપ્તાહિક ધોરણે બજાર પોઝિટીવ નોટ સાથે બંધ થયું હતું.

શેરબજારને અસર કરે એવા બે મુખ્ય પરબિળમાં ૧૨મી ઓકટોબરે જાહેર થનાર દેશના સીપીઆઇ ઇન્ફ્લેશન અને ૧૨મી ઓક્ટોબરે જ યુએસ એફઓએમસી મિનિટ્સ તથા યુએસ ઇન્ફ્લેશનને ગણી શકાય. રોકાણકારો આ બંને ઘટના પર ચાંપતી નજર રાખશે. ચીન પણ તેના સપ્ટેમ્બરના ઇન્ફ્લેશન ડેટા જાહેર કરશે. એ જ સાથે દેશના ઓદ્યોગિક ઉત્પાદનના ડેટા પણ ૧૨મી ઓક્ટોબરે જાહેર થશે. જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, વેબેલેન્સ ઓફ ટ્રેડના સપ્ટેમ્બરના ડેટા, છ ઓકટોબરે પૂરા થયેલા સપ્તાહના ફોરેક્સ રિઝર્વના ડેટા ૧૩મી મી ઓક્ટોબરે જાહેર થશે. વૈશ્ર્વિક સ્તરે રોકાણકારો ૧૨મી ઓક્ટોબરે જાહેર થનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મિનિટ્સમાંથી ફેડરલની આગામી ચાલનો તાગ મેળવવા પ્રયાસ કરશે. જોકે, સૌથી વધુ અને સીધી અસર ૧૨મી ઓકટોબરે જાહેર થનારા યુએસ ઇન્ફ્લેશન અને તે પછી સપ્તાહ દરમિયાન ફેડરલ રિઝર્વના વિવિધિ અધિકારીઓ દ્વારા અપાનારી સ્પીચની થશે.

ટોચના સ્ટેક બ્રોકિંગ ફર્મના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ અનુસાર સાપ્તાહિક ચાર્ટ પર નિફ્ટીએ ડ્રેગનફ્લાય ડોજીની રચના કરી છે, જે બુલિશ સંકત ધરાવે છે. આ પુલબેક રેલી ૧૯૭૭૮ – ૧૯૮૦૦ સુધી ચાલુ રહી શકે. એક અન્ય એનાલિસ્ટે કહ્યું હતું કે, નિફ્ટી જ્યાં સુધી ૧૯,૫૦૦ના નિર્ણાયક સમર્થન સ્તરથી ઉપર ટકી રહે,ે ત્યાં સુધી સેન્ટિમેન્ટ સકારાત્મક રહેવાની અપેક્ષા છે, અપસાઇડ પર, પ્રતિકાર ૧૯,૭૫૦-૧૯,૮૦૦ આસપાસ સ્થિત છે. આ સપ્તાહે માત્ર એક જ આઇપીઓ આવવાનો હોવાથી કોર્પોરેટ હલચલ સહેજ ધીમી રહેશે. અન્ય પ્રવૃત્તિમાં રિઅલ એસ્ટેટ ઉદ્યોગ સાથે સંકળાયેલા એરિયા જૂથે, ઇવોલ્વ નામે એનએઆર ઇન્ડિયા સાથે યુતિ સાધીને આઠમી એરિયા રિઅલ એસ્ટેટ પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આ ઉદ્યોગ અંગે સત્રો યોજાયા હતા અને તેમાં રિઅલ એસ્ટેટ ઉદ્યોગના ૧૪૦૦થી વધુ સભ્યો સહભાગી થયા હતા. ભારતમાં તાજેતરમાં જાપાનની કંપનીઓ વધુ રસ લિ રહી છે, જેમાં તાજેતમાં જાપાનની ગ્લોબલ અપેરલ રિટેલર યુનિકલોએ નવા આઉટલેટ સાથે મુંબઇમાં પ્રવેશ કર્યો છે. ઇ કોમર્સના માધ્યમે ભારતમાં હાજરી ધરાવતી આ કંપની ભારતમાં ૧૧ બ્રિક્સ એન્ડ મોર્ટાર આઉટલેટ ધરાવે છે. અન્ય કોર્પોરેટ એકશનમાં સિગાચી ઇન્ડસ્ટ્રી, ગુજરાત થેમિસ બાયોસિન અને થેમિસ મેડિકેર સ્ટોક સ્પ્લીટ, જોનુજા ઓવરસીઝ, એડવાન્સ લાઇફ, એમઆરપી એગ્રો અને આરએમસી સ્વીચમાં બોનસ, ઇન્ડિયા ઇન્ફ્રામાં ઇન્વીટ, રેફનોલમાં અમાલગમેશન અને જ્યોતિ સ્ટ્રકચરમાં ઇજીએમ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત