નેશનલ

બેન્ડ-બાજા-બારાતનીની મોસમ બજારમાં તેજી લાવશે

દિલ્હીઃ ભારતની સનાતન અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ગણાતી લગ્નની મોસમનું ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન છે. દેવઉઠી અગિયારસની સાથે જ દેશભરમાં લગ્નસરાની મોસમ શરૂ થઇ ગઇ છે. આ સિઝન બજાર માટે કોઈ આશિર્વાદથી ઓછી નથી. ભારતમાં લગ્ન ઉદ્યોગ લાખો કરોડો રૂપિયાનો છે. એક રિપોર્ટ અનુસાર આ વખતે એકલા દિલ્હીમાં જ લગ્નની સિઝનમાં લગભગ 4.5 લાખ લગ્નો થશે. લગ્નની આ સિઝન દિલ્હીની બજારો માટે 6 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ લાવશે. દેવઉઠી એકાદશીના પહેલા દિવસે દિલ્હીમાં લગભગ 50,000 લગ્નો થયા છે, તેને કારણે વેપારીઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વખતે બેન્ક્વેટ હોલ, હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નના સ્થળોના બુકિંગમાં 40 ટકાનો જોરદાર વધારો થયો છે. લગ્ન માટે વિવિધ ક્ષેત્રોમાં બુકિંગનો રાઉન્ડ ચાલી રહ્યો છે. લગ્નમંડપથી માંડીને બેન્ડ વાદકો માટે કેટલાય મહિનાઓ અગાઉથી બુકિંગ કરાવવામાં આવે છે. આ વર્ષે લગ્ન માટે 18 શુભ મુહૂર્ત છે, જે ગત વર્ષ કરતા વધુ છે. જેના કારણે લગ્ન અને રોકા જેવા ફંક્શન માટે મોટી સંખ્યામાં બુકિંગ થઈ રહ્યા છે. આ સિઝનમાં એપેરલ, જ્વેલરી, ડેકોરેશન, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ગિફ્ટ્સ અને કેટરિંગ જેવી વિવિધ કેટેગરીમાં બિઝનેસમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે.


Also read: ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા: મેરી કોમ


આ બધાને કારણે આ સિઝનમાં બજારને બુસ્ટ મળશે. આ તો ફક્ત દિલ્હીની જ વાત થઇ. દેશભરની વાત કરીએ તો નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગભગ 35 લાખ લગ્નો થશે જેમાં 4.25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પૈસા ભારતમાં જ ખર્ચાશે, જે દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરશે. સરકાર દ્વારા બજેટ 2024-25માં સોના પરની આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવાને કારણે રાષ્ટ્રીય સ્તરે સોનાની માંગમાં વધારો થયો છે. આગામી લગ્ન સિઝનમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.


Also read: ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું: ઓનલાઈન વેચાણમાં વધારો


આ ઉપરાંત રિટેલ, હોસ્પિટાલિટી, જ્વેલરી અને ઓટોમોબાઈલ સેક્ટરની માગમાં પણ વધારો થશે. માંગમાં વધારાને કારણે કંપનીઓના નફાના માર્જિનમાં પણ વધારો થશે. તેનાથી કન્ઝ્યુમર કંપનીઓના શેરની કિંમતમાં વધારો થશે અને તેની અસર સમગ્ર દેશના આર્થિક વિકાસ પર સકારાત્મક જ રહેશે. આ વખતની લગ્નની મોસમ પણ દેશને આર્થિક અને સામાજિક રીતે મજબૂત કરશે, એમાં કોઇ શંકા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button