ટોપ ન્યૂઝનેશનલવેપાર

ગ્રામ્ય વસતિનો મોટો હિસ્સો કૃષિ પ્રવૃત્તિથી અળગો, ખેતીવાડી પર માત્ર ૧૯ ટકા નભે છે!

નવી દિલ્હી: ગામડાંમાં માત્ર ૧૯ ટકા લોકોને ખેતીની આવક છે અને બાકીની ૮૧ ટકા વસ્sતી જ માગ વધારે છે, એવું એક અભ્યાસમાં જણાવાયું છે. ગામડાંના રહીશો માટે સર્વસામાન્ય માન્યતા એવી હોય છે કે એ લોકો ખેતીની આવક પર નિર્ભર હોય છે પણ એવું છે નહીં. ગ્રામીણ બજારમાં ખેતીની આવક પર નભતા વપરાશકારોની સંખ્યા માત્ર ૧૯ ટકા જ છે.

બાકીના ૮૧ ટકા ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્રોત પર નિર્ભર છે. ખેતીની આવક પર નિર્ભર આ ૧૯ ટકા વસ્તીમાં સામેલ ૮૨ ટકા ખેડૂતો મોટે ભાગે આર્થિક સમસ્યા સામે ઝઝૂમતા હોય છે. બીજી તરફ આવકના વિવિધ સ્રોત પર નિર્ભર વસતિ સરખામણીની દૃષ્ટિએ ઓછા આર્થિક તણાવનો સામનો કરતી હોય છે. એટલે કે ખેડૂતો કરતાં વધુ સારી સ્થિતિમાં હોવાનું આ વિષયમાં હાથ ધરાયેલા એક અભઅયાસના રિપોર્ટમાં જણાવવામાં આવી છે. સર્વેક્ષણ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોની ખર્ચશક્તિમાં વધારો થઈ રહ્યો છે.

Also Read – શેરબજારમાં આજે પણ મોટો ધબડકો, જાણો કારણો!

જીવનશૈલી ઉચ્ચ કક્ષાની થઈ રહી છે. આર્થિક સમસ્યાઓ છતાં પણ સુવિધાજનક ઉત્પાદનોની ખરીદી કરવાને કારણે આ અનુમાન લગાવી શકાય. ગામડાંમાં રેડી-ટુ-ઇટ, કોલ્ડ ડ્રિન્ક સહિતની વસ્તુઓની માગ ૬૦ ટકા વધી ગઈ છે.

ગામડાંમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૦૨૨ની સરખામણીએ એફએમસીજી બાસ્કેટ (ભોજન, પીણાં, સફાઈની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, સ્ટેશનરી વગેરે)નું કદ ૬૦ ટકા સુધી વધીને ૫.૮થી ૯.૩ થયું છે. અહીં રેડી-ટુ-ઇટ ઉત્પાદનો અને ઠંડાં પીણાંની માગ વધી રહી છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં જીવનશૈલી અને ખર્ચશક્તિમાં મોટા ફેરફાર સામેનો અંગૂલીનિર્દેશ છે.

અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીર (૩૯ ટકા), મહારાષ્ટ્ર (૪૧ ટકા) અને ઓડિશા (૨૬ ટકા)માં એમએમસીજીના ગ્રોથમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. સરવે દેશનાં ૨૦ રાજ્યમાં ૪૩૭૬ લોકો વચ્ચે કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker