મરણ નોંધ

જૈન મરણ

ડીસા શ્રીમાળી જૈન
લહેરચંદ નાનચંદ શાહ, જાસુદબેન લહેરચંદ શાહના પુત્ર પાલનપુર નિવાસી હાલ મુંબઈ, નવીનભાઈ લહેરચંદ શાહ, (ઉં.વ. ૮૧) ૮ ઑક્ટોબર ૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેનના પતિ. સોનલ, સ્નેહલ, હેતલ, વૈભવના પિતા. રાકેશકુમાર, પ્રીતિ, રાજુકુમાર, સોનલના સસરા. સ્વ જુહી, પ્રણાલી, કવિશ, રૂહીના દાદા. યશેષ, પક્ષાલ, નિર્જરાના નાના. સદ્ગતની પ્રાર્થનાસભા: સોમવાર, તા. ૯ ઑક્ટોબર ૨૩ના સાંજે ૭થી ૯ ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ ખાતે રાખેલ છે.

કચ્છી ગુર્જર દશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
અંજાર નિવાસી, હાલ ઘાટકોપર પ્રવીણભાઇ ચુનીલાલ શાહ (ઉં. વ. ૯૧) શનિવાર, તા. ૭-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દમયંતીબેનના પતિ. તે ચિ. રાજેશભાઇ, સ્વ. સંજયભાઇ, જાસ્મીનબેન અને પ્રીતિબેનના પિતાશ્રી. પ્રકાશભાઇના કાકા. તથા ભાવનાબેન, ભૂમિબેન, જીતુભાઇ, આશિષભાઇના સસરા. તથા ઋષિક, કેવિનના દાદા અને યાદી, સૌરભ, અંશના નાના. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
ઉપલેટા, હાલ મુલુંડ સ્વ. જેચંદ પ્રેમચંદ મહેતાના પુત્ર ધનવંતરાય (ઉં. વ. ૭૦) તા. ૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે જયોતિબેનના પતિ. સમીર-રાહુલના પિતા. તે શ્રદ્ધા-ઇશાના સસરા. તે ભરતભાઇ, અભયભાઇના ભાઇ. તે સ્વ. જગજીવન દલીચંદ દોશી (મિત્ર)ના જમાઇ. તેમની ભાવયાત્રા મંગળવાર, તા. ૧૦-૧૦-૨૩ના ૧૦થી ૧૨, ઠે. ક્રાઉન બેન્કવેટ, ૭૦૧, વિકાસ સેન્ટર, નેતાજી સુભાષ રોડ, મુલુંડ (વેસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના અ.સૌ. હેમલતા છેડા (ઉં. વ. ૭૩) અવસાન પામ્યા છે. કુંવરબેન લાલજીના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. દિપલ રૂપેશ શોભિતના માતુશ્રી. મણીબેન કેશવજીના પુત્રી. કાંતી ભુજપુર લીલાવંતી રવીલાલ, નાની તુંબડી જયેન્દ્રા ભરતના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ છેડા, બી-૨, ૩૦૨, ટી.પી. એસ. (૬) રોડ, રીઝવી નગર સાંતાક્રુઝ -વે.

સંબંધિત લેખો

પુનડીના લક્ષ્મીચંદ રામજી છેડા (ઉં. વ. ૮૩) તા. ૫/૧૦/૨૩ના ગુરુવારે કચ્છમાં અવસાન પામેલ છે. મુલબાઇ (બુદ્ધિબાઇ) રામજીના સુપુત્ર. સુશીલાબેન (ગંગાબાઇ)ના પતિ. નિલેશ, કેતન, જાગૃતિના પિતા. મોટા આસંબીયાના મોંઘીબેન મોરારજી ગડા, બેરાજાના હેમલતાબેન લખમશી સાવલા, સં.પ.પ.પૂ. કિર્તીગુણાશ્રીજીના ભાઇ. ફરાદીના માતુશ્રી મેઘબાઇ રામજી માલશી ગાલાના જમાઇ. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂર્તિપૂજક જૈન સંઘની શ્રી નારાણજી શામજીની વાડી, પહેલે માળે, માટુંગા ટે. ૩.૩૦ થી ૫.

વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. જેઠીબેન રાઘવજી ડુંગરશી શાહ (ઉં. વ. ૯૦) ગુરુવાર, તા. ૦૫.૧૦.૨૦૨૩ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે સ્વ. રાઘવજીના ધર્મપત્ની. દેવજી, પોપટ, ખેતશી, મંજુલા, સ્વ. જવેરના માતુશ્રી. સ્વ. મંજુલાબેન, અ.સૌ. કેસરબેન, અ.સૌ. જયશ્રીબેન, રૂપશી, સ્વ. ટીકરશીનાં સાસુ. નિલેશ, જીતેન્દ્ર, વંદના, શિરીષ, અલ્પા, ધ્રુમિલ, દર્શિલના દાદીમાં. આધોઈના સ્વ. હાંઈસબેન પાંચા સામત ગાલાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૯૦૧, ૯મે માળે, માન પેપીલોન, મારૂ બુક સ્ટોરની ઉપર, લિજજત પાપડની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદિવલી-વેસ્ટ.

સત્તાવીસ એક્ડા જૈન
પોપટલાલ કચરાલાલ શાહ (ઉં.વ.૯૩) તા. ૦૬-૧૦-૨૦૨૩ના ગુરુવારના અરિહંત શરણ પામેલ છે. તે સવિતાબેનના પતિ. સ્વ. નટવરલાલ, રમેશભાઈ, સ્વ. કીર્તીભાઈ, શારદાબેન, પુષ્પાબેન, સરોજબેન, અરૂણાબેનના ભાઈ. સુરેખાબેન, રજનીકાન્તભાઈ, અતુલભાઈ, જયેશભાઈના પિતા. નિતાબેન, મીનાબેન, દિપાલીબેન તથા દિપકકુમારના સસરા. સ્વ. વાડીલાલ શાકરચંદ શાહ (ધારીસણા)ના જમાઈ. વ્યવહાર બંધ રાખેલ છે.

સ્થા. દશા શ્રીમાળી જૈન
ગોંડલ નિવાસી સ્વ. સવિતાબેન ચુનીભાઈ પારેખના દીકરી હાલ વડાલા પુષ્પાબેન સાંઘાણી (ઉં. વ. ૮૫) ડો. મયુરી ડો. અશોક (રાજ) સેદાની અને પિયુષ સાંઘાણીના માતા. શીલાના સાસુમા. ઇન્દુબેન, ડો. ઉષાબેન અને અનિલ પારેખના બેન. તરલિકાના નણંદ. જસ્ટિન અને જાસ્મીનના દાદી. નેઓમી અને નિકિતાના નાની તા. ૦૬/૧૦/૨૩ નાં અરિહંતશરણ પામ્યા છે. એમની પ્રાર્થના સભા તા. ૦૯/૧૦/૨૩ સાંજે ૦૫.૦૦ થી ૦૬.૦૦, સ્થાન : બ્રહ્માકુમારી રાજયોગ સેન્ટર, ઓમ શાંતિ બિલ્ડીંગ, ૪૮, સ્વસ્તિક સોસાયટી, એન.એસ. રોડ નં. ૩, જેવીપીડી સકીમ, વિલેપાર્લે (વે) ખાતે રાખેલ છે.

વિશા શ્રીમાળી ૧૦૮ના ગોળનું જૈન
ચાણસ્મા નિવાસી પ્રેમલ પ્રવીણચંદ્રન શાહના ધર્મપત્ની હેતલ (ડોલી), (ઉં. વ.૪૦) હાલ કાંદીવલી (વેસ્ટ) રવિવારે તા: ૦૮/૧૦/૨૦૨૩ના અરિહંત શરણ પામેલ છે. તેઓ ઉર્મિલાબેનની પુત્રવધૂ. ચિ. ધ્યાનાના માતુશ્રી. અંજલી (ટીના) પીયુષ કુમાર તથા બિંદિયા (મોના) અમીષ કુમારના ભાભી. પિયરપક્ષે મૃદુલાબેન ચંદ્રકાન્તભાઈ શાહ (બીસી ભાઈ)ના પુત્રી. પ્રાર્થનાસભા તા: ૦૯/૧૦/૨૦૨૩ સવારે ૦૯:૩૦ થી ૧૧:૩૦, સ્થળ: વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ). પિયર પક્ષનો સાથ સંગાથે રાખેલ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગારીયાધાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અનસુયાબેન રતિલાલ કુંવરજી શાહના સુપુત્ર જીતેન્દ્રભાઈ (જીતુભાઈ), (ઉં. વ. ૬૭) તા. ૭-૧૦-૨૦૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિશાબેનના પતિ. ફોરમ નિતીન શેટ્ટી, મેઘા વિપુલ રાંભીયાના પિતા. ચેતના દિપક દેસાઈ, દિપક્-ચારૂ, ધીમંત-છાયાના મોટાભાઈ. પુજન રાંભીયાના નાના, પ્રભુદાસ હિરાચંદ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૦-૨૦૨૩ મંગળવારના બપોરે ૩ થી ૫ રાખેલ છે. સ્થળ- પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button