થાઈલેન્ડમાં પણ દેવ દેવાળીનું છે આગવું મહત્વ; કરવામાં આવે છે મા ગંગાનું પૂજન…
કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે દેશભરમાં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે નદીઓ, ઘાટો અને ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. જો કે કાર્તિક પૂર્ણિમાના પર્વની ઉજવણી માત્ર ભારતમાં જ નહિ પરંતુ થાઈલેન્ડમાં પણ આવો જ તહેવાર ઉજવવામાં આવે છે, જેને લોઈ ક્રાથોંગ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે, જે થાઈલેન્ડની નદી પર પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : Dinner ના કેટલા સમય પછી બ્રશ કરવું જોઈએ? જાણી લો યોગ્ય સમય, નહીંતર થશે નુકસાન…
થાઈલેન્ડનુ પ્રકાશ પર્વ :
લોઈ ક્રાથોંગ ફેસ્ટિવલને દિવાળીની જેમ જ ‘પ્રકાશના તહેવાર’ તરીકે ઉજવવામાં આવે છે. લોઈ ક્રાથોંગ શબ્દ ‘લોઈ’ એટલે કે સ્વિમિંગ અને ‘ક્રાથોંગ’ એટલે કે શણગારેલ દીવાથી મળીને બનેલો છે. આ તહેવાર દરમિયાન થાઈલેન્ડમાં પાણીના તળાવો, નહેરો અને નદીઓમાં ક્રાથોંગ તરતા જોવા મળશે. આ ક્રાથોંગને ભલે કેળાના પાંદડામાંથી બનાવવામાં આવે છે પરંતુ તેને બનાવવાની રીત એટલી સુંદર છે કે તે ખૂબ જ આકર્ષક લાગે છે.
જળ દેવીનું કરવામાં આવે છે સન્માન:
લોઈ ક્રાથોંગનો ઉત્સવ જળ દેવીના સન્માનમાં ઉજવવામમાં આવે છે. આ માટે તળાવો, નદીઓ, નહેરો અને દરિયાકિનારા પર લોકોને એકઠા કરવામાં આવે છે. લોકો મીણબત્તીઓ અને ફૂલોથી સુશોભિત સુંદર ક્રાથોંગને પાણીમાં તરતા મૂકે છે. આ પરંપરાને દુર્ભાગ્યને દૂર કરવા અને સૌભાગ્ય અને સકારાત્મકતાને નિમંત્રણ આપવાનું પ્રતીક માનવામાં આવે છે. થાઈલેન્ડમાં નવેમ્બરમાં બે મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે, એક લોઈ ક્રાથોંગ ફેસ્ટિવલ અને બીજો યી પેંગ. એક તહેવાર પાણીમાં અને બીજો હવામાં ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : Mukesh Ambani વિના આ કોની સાથે ઉદયપુરમાં મસ્તી કરતાં જોવા મળ્યા Nita Ambani?
મા ગંગાના સ્વરૂપનું મહત્વ:
ફ્રા માઈ ખોંગખા (Phra Mae Khongkha) એ હિન્દુ દેવી ગંગાનું થાઈ નામ છે. જ્યારે થાઈ સમાજના પૂર્વજોએ હિંદુ ધર્મ અપનાવ્યો, ત્યારે ઘણા ધાર્મિક ઉપદેશોને સ્થાનિક માન્યતાઓ અનુસાર સ્વીકારવામાં આવ્યા હતા, તેમાંથી એક ગંગા છે. થાઈલેન્ડમાં દરેક જળ સ્ત્રોતને ગંગાનું સ્વરૂપ માનવામાં આવે છે. આમપણ કૃષિ પ્રધાન સમાજ હોવાને કારણે, થાઈલેન્ડમાં પ્રાચીન સમયથી પાણીનું ખૂબ મહત્વ છે. એટલું જ નહીં પણ આજે પણ થાઈલેન્ડમાં પરિવહનનું માધ્યમ પાણી છે. આ જ કારણ છે કે દર વર્ષે લોઈ ક્રાથોંગ ફેસ્ટિવલ દરમિયાન, એક દીવો દાન કરીને જળ દેવી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.