મરણ નોંધ

હિન્દુ મરણ

મેઘવાળ
ગામ સ્વામી ગઢડા (હાલ મુંબઇ) ના સ્વ. વિશ્રામભાઇ મૂળજીભાઇ પરમારના ધર્મપત્ની સ્વ. ગલાલબેન વિશ્રામભાઇ પરમાર (ઉં. વ. ૮૮) તા. ૩૦-૯-૨૩ના શનિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. નીતીનભાઇ, વિનોદભાઇ, હિતેન્દ્રભાઇ, હરીશભાઇ, પ્રવીણભાઇ અને દમયંતિબેનના માતા. તે સ્વ. મીઠીબેન દેવજીભાઇ પરમારના દેરાણી. તથા વેલુબેન, કમળાબેન, જયાબેન, જયોતીબેન, ભારતીબેનના સાસુ. તે રીટા, પૂનમ, રવિ, દિપક, જયોતી, વિવેક, વિશાળ, જયોત્સના, મયૂર, માધવી, ચેતના, ભૂમિકા, આદર્શના દાદી. તેમના કારજની વિધિ તા. ૧૦-૧૦-૨૩ના મંગળવારે ૫.૦૦ કલાકે, આર્થર રોડ, મેઘભવન-મુંબઇ-૪૦૦૦૧૧.

કપોળ
સિહોર વતની હાલ કાંદિવલી આશિતભાઇ ભાનુબેન કાન્તિલાલ કાણકિયા અને દિપ્તીબેનના સુપુત્ર, ચિ. કુણાલ (ઉં. વ. ૩૫) તે ચિ.જશ આશિત કાણકિયાના ભાઇ. પાયલ (સંગીતાબેન કૈલાશભાઇ વ્યાસ)ના પતિ. મીનાબેન પંકજભાઇ મુનિ, પન્નાબેન હિતેનભાઇ દોશી, રીટાબેન હરેશભાઇ મહેતા, બીજલબેન નિલેશભાઇ દોશીના ભત્રીજા. મોસાળ પક્ષે શૈલેષભાઇ અને ચેતનભાઇ (દમયંતીબેન ચંદુલાલ દોશી)ના ભાણેજ. તા. ૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૧૦-૨૩ના સોમવારે ૫-૩૦થી ૭. રાખેલ છે. ઠે. નિર્મલા હોલ, ઠાકુર સંકુલ, ૯૦ ફૂટ રોડ, આશાનગર, કાંદિવલી (પૂર્વ).

ઘોઘારી લોહાણા
મહેન્દ્રભાઇ પિતાંબરદાસ ઠક્કર (ઉં. વ. ૮૭) તે સ્વ. પિતાંબરદાસ અને કપિલાબાના પુત્ર. તે સ્વ. રજનીબેનના પતિ. તે નિમિષના પિતા. તે સ્વ. મણિલાલભાઇ, સ્વ. નાનુભાઇ, સ્વ. ડો. કાશીબેન, સ્વ. જશવંતભાઇ, સ્વ. ડો. નલિનીબેન મહેતા અને સુધીરભાઇના ભાઇ. તે આરતીના સસરા. ઓકટોબર ૦૬, ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, ઓકટોબર ૦૯, ૨૩ના સાંજે ૫-૩૦થી ૭. ઠે. ઇસ્કોન ચોપાટી, ગ્રાઉન્ડ ફલોર-૬, કે. એમ. મુનશી રોડ, બાબુલનાથ ભારતીય વિદ્યાભવન સામે, ચોપાટી, મુંબઇ-૪૦૦૦૦૭.

દોતોર મેવાડા સુથાર સમાજ
મુંબઇ બોરીવલી નિવાસી લક્ષ્મણભાઇ એલ. મિસ્ત્રી ગામ સીપોર, તા. ૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશભાઇ, સતીષભાઇ, સંજયભાઇ તથા ગીતાબેનના પિતા. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯-૧૦-૨૩, ૫થી૭. ઠે. આંગન કલાસીક હોલ, કેન્ટ ગાર્ડન, ટી. પી. એસ. રોડ, બોરીવલી (વેસ્ટ).

સંબંધિત લેખો

હાલાઇ લોહાણા
ગામ જામખંભાળિયા, હાલ કાંદિવલી અ.સૌ. રૂપાબેન (ઉં. વ. ૫૪) તા. ૬-૧૦-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશના પત્ની. તે ઇષા અને જીલનાં માતા. તે કલ્પના નીતિન પાબારી (ઠક્કર)નાં દેરાણી. તે રેણુકાબેન મહેશભાઇ પૂજારાના ભાભી. ચરખાના સ્વ. લલિતાબેન જગજીવનદાસ ગઢિયાનાં દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯-૧૦-૨૩ના ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (પ.) લૌકિક વ્યવહાર બંધ છે.

પંચાલ વિશ્ર્વકર્મા સમાજ
ગામ જમણપુર હાલ મીરારોડ સ્વ અનિતાબેન શૈલેષભાઇ પંચાલ તે શૈલેષભાઇ પંચાલના ધર્મપત્ની. અતિશ તથા રોનકના માતુશ્રી. કિંજલ તથા કાજલના સાસુ ૭/૧૦/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની માતૃવંદના ૯/૧૦/૨૩ ના રોજ ૪ થી ૬ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૧૦, શાંતિનગર મીરારોડ ખાતે રાખેલ છે.

લુહાર સુથાર
ગિરધરભાઈ રવજીભાઈ સિધ્ધપુરા ગામ હળીયાદ હાલ સાંતાક્રુઝ તે રેવાબેન રવજીભાઈ સિધ્ધપુરાના સુપુત્ર. ગિરધરભાઈ (ઉં. વ.૭૦) તા.૬.૧૦.૨૩ ને શુક્રવારના શ્રીરામ ચરણ પામ્યા છે. તે ઇંદુબેનના પતિ. તે મનિષભાઈ, હિતેશભાઈ, વૈશાલીબેનના પિતા. તથા સેજલબેન, પ્રાજકતાબેન, મુકેશકુમાર, રતિભાઈ મકવાણા (ઉલ્હાસનગર)ના સસરા. તે ગામ (ભલગામડા) વાળા નરોતમભાઈ લલુભાઈ પરમારના જમાઈ. તે વસંતબેન, વીનુબેન, સ્વ.મધુબેનના ભાઈ, તેમની સાદડી તા: ૦૯/૧૦/૨૦૨૩, સોમવાર સમય: સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ સ્થળ: શ્રી લુહાર સુથાર હોલ, રોડ નંબર : ૩, અંબાજી મંદિર, બોરીવલી ઇસ્ટ.

કપોળ
રાજુલા નિવાસી હાલ વિલે પાર્લા નંદલાલ શામજી દેવરાજ સંઘવી (ઉં. વ. ૯૨) તે ગં. સ્વ. જશવંતીના પતિ. ગં. સ્વ. હર્ષા, પંકજ, વાસંતી, નીતા, નીશા (રાજુ)ના બાપુજી. અ. સૌ. ચેતના, સ્વ. દિપક, શૈલેષ, જતિન, રવિના સસરા. અ. સૌ. પ્રજ્ઞા ગૌરવ, હેતલ ઉજ્જવલ દેસાઈના દાદા. સ્વ. ગુલાબબેન, ગં. સ્વ. યશોમતીના ભાઈ. સ્વ. હરજીવનદાસ વી. મોદીના જમાઈ. શનિવાર, તા. ૭-૧૦-૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. રહેઠાણ : જય જગદીશ, બીજે માળે, નોર્થ સાઉથ રોડ નં. ૫, જુહુ સ્કીમ, વિલે પાર્લા (પશ્ર્ચિમ).

લુહાર સુથાર જ્ઞાતિ
ગામ ટીંબી, હાલ કાંદીવલી (પૂર્વ) ગં. સ્વ. મંજુલાબેન પુરુષોત્તમભાઈ મકવાણાના પુત્રવધૂ અ.સૌ. કલ્પનાબેન (ઉં. વ. ૫૮) તે તા. ૪ /૧૦/૨૦૨૩ના સ્વર્ગવાસ પામ્યા છે. તે મયુરભાઈના ધર્મપત્ની તથા ઝીલ વિરલકુમાર મહેતાના માતુશ્રી તથા માહીના નાની તથા વિંકીબેન અંકિતકુમાર શાહ, નીલ, વીરા અને ધ્રુવના કાકી તથા પિયરપક્ષે ગં.સ્વ.ભાનુબેન વનમાળીભાઈ સિધ્ધપુરાના પુત્રી તેમની પ્રાર્થનાસભા તા. ૯/૧૦/૨૦૨૩, સોમવારે, સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ:- ક્લબ હાઉસ, કલ્પતરુ ગાર્ડન બિલ્ડીંગ, ફ્લાય ઓવર ની પાસે, અશોકનગર, કાંદીવલી (પૂર્વ ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button