મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ રાતોરાત કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર દળના 2000 જવાનને મોકલ્યા
નવી દિલ્હી: મણિપુરમાં થઈ થઈ રહેલી હિંસાઓ અને કથળી રહેલી કાયદાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હવે કેન્દ્ર સરકારે પગલાં ભર્યા છે. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની 20 વધારાની કંપનીઓ મોકલી છે, જેમાં લગભગ 2,000 જવાનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Israel Vs Gaza: ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત
સરકારે મોકલી CAPFની વધારાની કંપની: મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની 20 વધારાની કંપનીઓ મોકલી છે, જેમાં લગભગ 2,000 જવાનોનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે સૈનિકોને તાત્કાલિક હવાઈ માર્ગે મોકલવા અને તૈનાત કરવાનો આદેશ જારી કર્યો હતો. મણિપુરના જીરીબામમાં સુરક્ષા દળો દ્વારા હમાર સમુદાયના શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી, ત્રણ બાળકો સહિત મેઇટી સમુદાયના છ લોકો હજુ પણ આ વિસ્તારમાંથી ગુમ છે.
મણિપુર સરકારને આપ્યો આદેશ: ગૃહ મંત્રાલયે 12 નવેમ્બરે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 20 CAPF કંપનીઓ કે જેમાં 15 CRPF અને 5 બોર્ડર સિક્યુરિટી ફોર્સ કંપનીઓ 30 નવેમ્બર સુધી તૈનાત કરવામાં આવી છે. CAPFની વધુ 20 કંપનીઓની તૈનાતી સાથે, CAPFની કુલ 218 કંપનીઓ; CRPFની 115, RAFની આઠ, BSFની 84, SSBની 6 અને ITBPની 5 મણિપુરમાં 30 નવેમ્બર સુધી તૈનાત કરવામાં આવશે. કેન્દ્રએ તેમના નિર્દેશમાં મણિપુર સરકારને સંબંધિત CAPF સાથે પરામર્શ કરીને વિસ્તૃત તૈનાતી યોજના તૈયાર કરવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: ઉત્કૃષ્ટતા કેવી હોય એ પંકજ અડવાણીએ આપણને વારંવાર દેખાડ્યું છેઃ પીએમ મોદી…
અથડામણ બાદ જપ્ત થયો શસ્ત્રોનો મોટો જથ્થો: મણિપુરના જીરીબામ જિલ્લામાં સોમવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 11 શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ અથડામણમાં વર્દીધારી અને અત્યાધુનિક હથિયારો સાથે આવેલા આતંકવાદીઓએ જીરીબામ જિલ્લાના જાકુરાધોરમાં બોરોબેકરા પોલીસ સ્ટેશન અને નજીકના સીઆરપીએફ કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ અથડામણ બાદ CRPFએ અદ્યતન શસ્ત્રોનો મોટો જથ્થો પણ કબજે કર્યો હતો.