Assembly Election: ઉદ્ધવ ઠાકરેના કાફલાને અટકાવાયો, ક્યાં અને કોણે રોક્યો?
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના કાફલાને સિંધુદુર્ગ જિલ્લામાં મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર આજે અટકાવવામાં આવ્યો હતો. યવતમાળ ખાતે ચૂંટણી અધિકારીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની બેગને તપાસ્યા પછી એક દિવસ બાદ તેમના કાફલાને અટકાવાયો હતો.
આ પણ વાંચો : પોતાના પગ પર ઊભા રહેતા શિખો: Supreme Court એ કેમ લીધો અજિત પવારનો ક્લાસ…
આજે ઉદ્ધવ ઠાકરે અને તેમનો દીકરો તેજસ કોંકણમાં પ્રચારયાત્રાએ ગયા હતા. ગોવાથી તેઓ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ઈનસુલી ચેકપોસ્ટ ખાતે તેમના કાફલાને અટકાવવામાં આવ્યો હતો, એવું જાણવા મળ્યું હતું. બાદમાં ઉદ્ધવ ઠાકરેએ સિંધુદુર્ગ જિલ્લામાં સાવંતવાડી ખાતે પ્રચાર રેલીને સંબોધી હતી.
આ પણ વાંચો : બેગ ચેકિંગ પર બબાલઃ વિરોધપક્ષને ટાર્ગેટ કરાયાનો સુપ્રિયાનો આક્ષેપ
સપ્તાહની શરૂઆતમાં ઉદ્ધવ ઠાકરે બેગને લઇને જઇ રહ્યા હતા ત્યારે તેમની બેગને ચૂંટણી અધિકારીઓએ તપાસી હતી. બેગની તપાસણી થયા બાદ જ હેલિકોપ્ટરને લેન્ડ કરવા દેવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને ગુસ્સામાં ચૂંટણી અધિકારીને કહ્યું હતું કે તાકાત હોય તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનો સામાન ચેક કરોને.
(એજન્સી)