છૂટાછેડાના ૩ વર્ષ પછી સામંથાએ અચાનક વ્યક્ત કરી મનની વાત…
મુંબઈઃ જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં જ વરુણ ધવન સાથે સ્પાય-થ્રિલર સિરીઝ ‘સિટાડેલઃ હની બન્ની’માં જોવા મળી હતી. આ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર રિલીઝ કરવામાં આવી છે, જે દેશભરના દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. જોકે, આ વેબ સિરીઝનું પ્રમોશન કરતી વખતે અભિનેત્રી સામંથાએ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડાના ત્રણ વર્ષ પછી માતૃત્વ વિશે વાત કરીને સૌને ચોંકાવ્યા છે. સામંથાએ કહ્યું છે કે તે હંમેશાં માતા બનવા ઈચ્છતી હતી.
આ પણ વાંચો: વિરોધના વંટોળ બાદ તેલંગણાના પ્રધાને સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા સંબંધી ટિપ્પણી પાછી ખેંચી
સામંથા રૂથ પ્રભુએ એક ઈન્ટરવ્યૂમાં મા બનવા અંગે દિલથી વાત કરી છે. તેણે કહ્યું હતું કે મને નથી લાગતું કે બહુ મોડું થયું છે. મને હજુ પણ માતા બનવાના સપના છે અને હા, અલબત્ત મને માતા બનવાનું ગમશે, જે સુંદર અનુભવ છે. હું તેની રાહ જોઈ રહી છું.
લોકો ઘણીવાર ઉંમર વિશે ચિંતિત હોય છે, પરંતુ મને લાગે છે કે જીવનમાં એવો કોઈ સમય નથી કે જ્યારે તમે માતા ન બની શકો. ‘હવે આ ઇન્ટરવ્યુ પછી, ચાહકો અનુમાન કરી રહ્યા છે કે સામંથા હવે તેના જીવનમાં આગળ વધી રહી છે અને તેના ભવિષ્ય પર નજર રાખી રહી છે.
આ પણ વાંચો: સામંથા રૂથે પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી કહ્યું કે તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો….
સામંથા રુથ પ્રભુએ થોડા વર્ષોના સંબંધ પછી સાઉથ એક્ટર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. જોકે ત્રણ વર્ષ પછી વર્ષ ૨૦૨૧માં બંનેએ છૂટાછેડા લીધા હતા ત્યાર બાદ એક્ટર રમણ રાઘવ ૨.0 ની અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. હાલમાં જ બંનેએ પોતાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.