નેશનલ

હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહની સરકારને મોટો ઝટકો, હાઈ કોર્ટે ભર્યું આ પગલું?

શિમલા: હિમાચલ પ્રદેશની હાઈ કોર્ટે રાજ્ય સરકારને સૌથી મોટો ઝટકો આપતા છ મુખ્ય સંસદીય સચિવોની નિમણૂકો રદ કરી છે. હાઈ કોર્ટના નિર્ણય બાદ સીપીએસ (ચીફ પાર્લામેન્ટરી સેક્રેટરી)ને આપવામાં આવતી તમામ સુવિધાઓ સમાપ્ત થઈ જશે. હવે તમામ છ મુખ્ય સંસદીય સચિવો માત્ર ધારાસભ્ય તરીકે જ હોદ્દો સંભાળશે. આ મામલો લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો : 40 કુંવારી યુવતીને ગર્ભવતી બતાવતા ગામમાં ખળભળાટ, જાણો સરકારનો છબરડો?

સુખવિંદર સિંહ સરકારે 2023માં 6 ધારાસભ્યોને CPS એટલે કે મુખ્ય સંસદીય સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા, જેની સામે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય સતપાલ સત્તી અને અન્ય ભાજપના ધારાસભ્યોએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટના નિર્ણય બાદ તેમને CPS તરીકે આપવામાં આવતી સુવિધાઓ જેવી કે ઓફિસ, રહેઠાણ, વાહન, ભથ્થા અને અન્ય સુવિધાઓ પણ તેમની પાસેથી પાછી ખેંચી લેવામાં આવશે.

સીપીએસની નિમણૂકોને કોર્ટમાં પડકારાઈ

અરજીકર્તાઓના વકીલ બહાદુર વર્માએ કહ્યું હતું કે કોર્ટના આ નિર્ણયની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સીપીએસની નિમણુકોને હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. તેનો નિર્ણય અમારા પક્ષમાં આવ્યો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે CPS એક્ટ 2006 જાળવવા યોગ્ય નથી. કોર્ટે મુખ્ય સચિવને તમામ છ સીપીએસને આપવામાં આવેલી સુવિધાઓ પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે સીપીએસની નિમણુકો ગેરબંધારણીય છે. સીપીએસની નિમણુકો અંગે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. કોર્ટે કહ્યું છે કે સરકાર પાસે આવી નિમણૂંકો કરવાની સત્તા નથી. સુપ્રીમ કોર્ટે આસામ રાજ્યના કેસમાં કહ્યું છે કે સરકાર પાસે આ પ્રકારનું કૃત્ય કરવાની કોઈ સત્તા નથી.

અરજદાર ભાજપ ધારાસભ્યના એડવોકેટ વીર બહાદુરે જણાવ્યું હતું કે પિટિશનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના તમામ 6 ધારાસભ્યોને CPS બનાવવામાં આવ્યા છે અને તેઓ નફાકારક પદો પર નિયુક્ત છે. તેઓ દર મહિને 2 લાખ 20 હજાર રૂપિયાનો પગાર અને અન્ય ભથ્થાં મેળવતા હતા. આ CPS રાજ્યમાં તેમને પણ મંત્રીઓ જેટલી સુવિધાઓ મળી છે.

હિમાચલ પ્રદેશ સરકારના એડવોકેટ જનરલ અનુપ રત્નાએ દલીલ કરી હતી કે હિમાચલનો કાયદો આસામના કાયદાથી અલગ છે. અમે ટૂંક સમયમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં જઈશું. અનુપ રત્નાએ કહ્યું, હિમાચલ પ્રદેશમાં સીપીએસ એક્ટ આસામ એક્ટથી અલગ હતો. આસામ એક્ટમાં સીપીએસને મંત્રી તરીકે સમાન સત્તાઓ અને સુવિધાઓ મળતી હતી, પરંતુ હિમાચલમાં સીપીએસ પાસે આવી સત્તાઓ નહોતી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકી છે સક્રિય? આ વર્ષે ઠાર કર્યાં 61

પૂર્વ સીએમ જયરામ ઠાકુરે શું કહ્યું?

ભૂતપૂર્વ સીએમ જયરામ ઠાકુરે પણ કોર્ટના નિર્ણય પછી પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પહેલા દિવસથી જ CPS બનાવવાના નિર્ણયની વિરુદ્ધ હતી, કારણ કે તે ગેરબંધારણીય હતું અને તે બંધારણની વિરુદ્ધ હતું.
2017માં જ્યારે અમે સરકારમાં હતા ત્યારે પણ આ પ્રશ્ન આવ્યો હતો, તેથી અમે CPSની નિમણુક કરી ન હતી, તેને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવી હતી. આજે હાઈ કોર્ટે સરકારના તાનાશાહી અને ગેરબંધારણીય નિર્ણયને ફરી ફગાવી દીધો છે. અમારી માંગ છે કે આ પદનો લાભ લેનારા તમામ ધારાસભ્યોની સભ્યપદ પણ ખતમ કરવામાં આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button