આમચી મુંબઈમહારાષ્ટ્ર

વર્સોવાના બિલ્ડિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પંચાવન કરોડની ઠગાઈ: ડેવલપર વિરુદ્ધ ગુનો…

મુંબઈ: અંધેરીના વર્સોવા પરિસરમાં રિડેવલપ થઈ રહેલા બિલ્ડિંગના રહેવાસીઓની સહમતી વિના પંચાવન કરોડથી વધુની કિંમતના ફ્લૅટ વેચી નાખી રહેવાસીઓ સાથે કથિત છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ વિકાસક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો : ગડકરી પછી હવે ફડણવીસની બેગ પણ તપાસી ચૂંટણી પંચેઃ ભાજપે ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો

અધિકારીના જણાવ્યા મુજબ અમરજિત શુક્લા અને તેની કંપની મિડ સિટી હાઈટ્સે વર્સોવાના યારી રોડ પરની એક બિલ્ડિંગનું રિડેવલપમેન્ટ હાથ ધર્યું હતું. બિલ્ડિંગના રહેવાસીઓને નિર્ધારિત સમયમાં ફ્લૅટ્સ આપવાની ખાતરી વિકાસકે આપી હતી.

બિલ્ડિંગમાં 13 રહેવાસીની માલિકીના 14 ફ્લૅટ્સ હતા. જોકે પ્રોજેક્ટ પૂરો થવા પહેલાં જ બિલ્ડરે રહેવાસીઓની જાણબહાર અમુક ફ્લૅટ્સ વેચી નાખ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

રહેવાસીઓને નક્કી થયેલી સમયમર્યાદામાં તેમના ફ્લૅટનો તાબો ન મળતાં તેમણે તપાસ કરી હતી. તપાસમાં વિકાસકે છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો : ઑલ આઉટ ઑપરેશનમાં 105 જણની ધરપકડ: શસ્ત્રો અને દારૂ જપ્ત

આ પ્રકરણે રહેવાસીઓએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિકાસકે પંચાવન કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. ફરિયાદની ગંભીર નોંધ લઈ તપાસ આર્થિક ગુના શાખાને સોંપાઈ હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker