આપણું ગુજરાતભુજ
ભુજના મદરેસામાંથી બે કિશોરો અચાનક થયા ગુમ: પરિવાર ચિંતાતુર
ભુજ: ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં આવેલા મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોરો ભેદી સંજોગોમાં ગુમ થતાં ચકચાર પ્રસરી જવા પામી છે.
બે મિત્રો થયા છે ગાયબ:
માધાપર પોલીસ મથકે ભુજમાં રહેતા સલીમ દાઉદભાઇ કુંભારે નોંધાવેલી અપહરણની ફરિયાદ મુજબ, નાના વરનોરાના જામિયા મોહંમદમિયા સલ્ફીયા મદ્રેસામાં અભ્યાસ કરનારો તેમનો ૧૫ વર્ષનો પુત્ર હરસાન અને તેની સાથે અભ્યાસ કરતો ભુજનો 14 વર્ષીય કિશોર ઇરફાન ગત 9મી નવેમ્બરના બપોર બાદ અચાનક ગુમ થયા હતા.
આ પણ વાંચો :Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય
હજુ નથી કોઈ અતોપત્તો:
ગુમનોંધ નોંધાવ્યાના ત્રણ-ચાર દિવસ વીત્યે બંનેનો કોઇ અતોપત્તો ન મળતાં પોલીસે નામદાર અદાલતની માર્ગદર્શિકા મુજબ કોઇ અજાણ્યા શખ્સે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધી છે.
Taboola Feed