પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. 9-10-2023,
એકાદશી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક 17, માહે આશ્વિન, શકે 1945
વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-10
જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-10
પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
પારસી કદમી રોજ 25મો અશીશવંધ, માહે 3જો ખોરદાદ, સને 1393
પારસી ફસલી રોજ 23મો દએપદીન, માહે 7મો મેહેર સને 1392
મુુસ્લિમ રોજ 23મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
મીસરી રોજ 25મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
નક્ષત્ર આશ્લેષા મધ્યરાત્રિ પછી ક. 29-44 સુધી (તા. 10મી) પછી મઘા.
ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. 29-44 સુધી (તા. 10મી) પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 32, અમદાવાદ ક. 06 મિ. 35 સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 20, અમદાવાદ ક. 18 મિ. 19 સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 09-01, રાત્રે ક. 21-23
ઓટ: બપોરે ક. 15-30, મધ્યરાત્રે ક. 02-58 (તા. 10)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, આનંદ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દસમી. એકાદશી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિ બપોરે ક. 12-36
મુહૂર્ત વિશેષ: આશ્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, સર્પપૂજા, ચંપાના વૃક્ષનું પૂજન, ઔષધીઓનું પૂજન, ઔષધ ઉપચાર, માલ વેંચવો, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, પ્રાણી પાળવા.
શ્રાદ્ધ પર્વ: એકાદશી તિથિએ એ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. એકાદશી શ્રાદ્ધ મોક્ષ અપાવે છે. સુખ સંપત્તિ શાંતિ આપે છે. સમગ્ર વર્ષમાં 170 દિવસ શ્રાદ્ધ અને વિધવિધ પ્રકારે કરવાનો ઉલ્લેખ છે એટલે કે શ્રાદ્ધ ફક્ત એક જ દિવસ ન કરતાં બ્ર્ાાહ્મણ દ્વારા તીર્થયાત્રામાં, દિવંગતની તિથિ, અમાસ, સંક્રાંતિ, ગ્રહણ, શિવરાત્રિ, પ્રદોષ, પાંચમ, બુધવાર આદિ અનેક યોગોમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ ઉપરાંત જરૂરતમંદોને દાન કરવું, વિદ્યાર્થીઓને પશુ-પંખી-ગાય, જીવસૃષ્ટિ, અશક્તોને માટે મદદરૂપ થવું, બ્ર્ાાહ્મણોને પોતાની આજીવિકા જળવાઈ રહે તે માટે ઉપયોગી થવું.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ અંત:સ્ફૂરણાનો ઉપયોગ કરે. ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ પરિવારમાં વિવાદોથી દૂર રહેવું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ (તા. 10)
ગ્રહ ગોચર: સૂર્ય-ક્નયા, મંગળ-તુલા, બુધ-ક્નયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button