ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
અહલ્યા હરિશ્ર્ચંદ્રની પત્ની
દ્રૌપદી શ્રીરામની પત્ની
સીતા રાવણની પત્ની
તારામતી પાંડવોની પત્ની
મંદોદરી ગૌતમ પત્ની
ઓળખાણ પડી?
હિન્દુ અને જૈન ધર્મના સુંદર સમન્વયનું પ્રતીક ગણાતા અને અસંખ્ય શિલ્પ માટે જાણીતા ખજૂરાહો મંદિર ભારતના કયા રાજ્યમાં સ્થિત છે એ કહી શકશો?
અ) બિહાર બ) ઉત્તર પ્રદેશ ક) ઓડિશા ડ) મધ્ય પ્રદેશ
ગુજરાત મોરી મોરી રે
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં આવેલા સ્થળનું નામ જણાવો. દંતકથા અનુસાર વનરાજ ચાવડાના સાથીએ આ સ્થળ
વસાવ્યું હતું.
અ) ગોધરા બ) દાહોદ ક) ચાંપાનેર ડ) સંતરામપુર
માતૃભાષાની મહેક
ભક્તિનાં બે મુખ્ય લક્ષણો છે: પ્રભુનું સતત નામ સ્મરણ અને સર્વ કર્મ તેને સમર્પણ કરવાની ભાવના. ભક્તિના નવ પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. દયારામે ભક્તિના દશ પ્રકાર કહ્યા છે. ઉપરના નવ પ્રકાર સાથે પ્રેમલક્ષણા દશમો પ્રકાર છે. ભક્તિથી નિર્મળ પ્રેમ તથા આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પ્રકાશ પમાય છે.
ઈર્શાદ
દીનતા વિણ પ્રવીણતા, લૂણ વિના જેમ ભોજ,
સ્વપ્ન વિહોણી જિંદગી, એ ત્રણ નિષ્ફળ બોજ.
—- લોક રચના
ચતુર આપો જવાબ
ચૂપ રહે તો અકળાઈ જાય ને બોલીને ભૂંડી થાય,
મન ફાવે તેમ વળી જાય, કાબૂમાં રાખવી ભારે થાય.
અ) આંગળી બ) અવાજ ક) જીભ ડ) ભાષા
માઈન્ડ ગેમ
દીનતા વિણ પ્રવીણતા, લૂણ વિના જેમ ભોજ,
સ્વપ્ન વિહોણી જિંદગી, એ ત્રણ નિષ્ફળ બોજ.
—- લોક રચના
માઈન્ડ ગેમ
દર ત્રણ વર્ષે આયોજિત કુંભ મેળો ભારતના કુલ ચાર શહેરમાં યોજવામાં આવે છે. આ ચાર પૈકી ત્રણ શહેર છે હરિદ્વાર, અલાહાબાદ અને નાસિક. ચોથા શહેરનું નામ જણાવો.
અ) પટના બ) ભુવનેશ્ર્વર ક) ઉજજૈન ડ) અમૃતસર
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
સાબરમતી આશ્રમ અમદાવાદ
સેવાગ્રામ આશ્રમ વર્ધા
મણિ ભવન મુંબઈ
આગાખાન પેલેસ પુણે
કીર્તિ મંદિર પોરબંદર
ગુજરાત મોરી મોરી, રે
પોરબંદર
ઓળખાણ પડી?
બિહાર
માઈન્ડ ગેમ
બિરલા હાઉસ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ગાંધીજીના પુત્ર હરિલાલ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ખુશરૂ કાપડિયા (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મીનળ કાપડિયા (૧૪) તાહેર ઔરંગાબાદવાલા (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીષી બંગાળી (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) કલ્પના આશર (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) અબદુલ્લા એફ મુનીમ (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) રમેશ દલાલ (૨૪) હર્ષા મહેતા (૨૫) પ્રવીણ વોરા (૨૬) હિના દલાલ (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) જ્યોત્સના ગાંધી (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) મહેન્દ્ર લોઢાવિયા (૩૨) અરવિંદ કામદાર (૩૩) સુનીતા પટવા (૩૪) રજનીકાંત પટવા (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) મહેશ દોશી (૩૮) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૯) ભાવના કર્વે (૪૦) સુરેખા દેસાઈ (૪૧) અંજુ ટોલિયા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) દિલીપ પરીખ (૪૪) વિજય ગરોડિયા (૪૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૬) વિભા અતુલ શેઠ (૪૭) જગદીશ ઠક્કર