નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં મંદીવાળા હાવી રહેતા ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. બજારને તોડવા માટે મંડીવાલાઓને નવા કારણો મળતાં, મંગળવારે ખરાબ રીતે ઘટ્યા બાદ, બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં 500 પોઈન્ટ ઘટી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ ધીમી ગતિએ ખૂલ્યા બાદ 170 પોઈન્ટ ઘટી ગયો હતો.
Also read: શેરબજારના કડાકામાં રોકાણકારોના રૂ. ૫.૩૦ લાખ કરોડનું ધોવાણ
આ લખાઈ રહ્યું છે ત્યારે પણ બજાર લગભગ એટલું જ નીચી સપાટીએ અથડાઈ રહ્યું છે. સેન્સેક્સ ૭૫૦ પોઇન્ટ જેટલો તૂટ્યો છે જ્યારે નિફ્ટી ૨૭૦ પોઇન્ટના કડાકા સાથે ૨૪,૬૦૦ નજીક પહોંચી ગયો છે. આજના સત્રના બજારના ઘટાડામાં મુકેશ અંબાણીની રિલાયન્સથી લઈને ગૌતમ અદાણીની અદાણી પોર્ટ્સ સુધીના શેરો તૂટ્યા હતા.
બજારના સાધનો અનુસાર, ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક બુધવારે નીચા ખુલ્યા હતા કારણ કે ઓક્ટોબર રિટેલ ફુગાવાનો ડેટા જોતા, આવતા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દર ઘટાડવાની અપેક્ષાઓ તળિયે પહોંચી છે. રિટેલ ફુગાવો ૧૪ મહિનાની ટોચે પહોંચ્યો છે.
આ ઉપરાંત કોર્પોરેટ ક્ષેત્રની નબળી કમાણી અને વિદેશી ફંડો ની સતત ચાલુ રહેલી અને વધતી જતી વેચવાલી સાથે બજારની ચિંતામાં વધારો થયો છે અને સેન્ટિમેન્ટ ખખડી ગયું છે. એફઆઈઆઈએ મંગળવારે રૂ. 3,024.31 કરોડની ઇક્વિટી ઓફલોડ કરે છે. એશિયાઈ બજારો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે અમેરિકી બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા છે. સ્થાનિક ધોરણે રૂપિયો ઓલ ટાઈમ લોની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
Also read: Share Market: શેરબજારે આજે પણ નિરાશ કર્યા, SENSEX-NIFTY આટલા પોઈન્ટ્સ ગગડ્યા
પાછલા સત્રમાં નીચી સપાટીએ પટકાયેલા પસંદગીના મિડ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે પાછળથી ઘટી ગયા હતા. ભારત વીઆઈએકસમાં પાંચ ટકાનો ઉછાળો ચિંતાજનક છે. દરમિયાન પ્રાઈમરી માર્કેટમાં ઝિન્કા લોજિસ્ટિક્સનો આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. એકમે સોલાર હોલ્ડિંગનો આઇપીઓ ૧૩ ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થયો હતો. જ્યારે સ્વિગીના શેર્સ તેના આઇપીઓની કિંમત કરતાં આઠ ટકાના પ્રીમિયમ પર લિસ્ટેડ થયા હતા. દરમિયાન ઓટો શેરની વેચવાલીના કારણે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ બે ટકાથી વધુ ઘટ્યો હતો.
બુધવારે શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે મોટી કંપનીઓના શેરો વેરવિખેર જોવા મળ્યા હતા. જેમાં મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણી સુધીની કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે, લાર્જકેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં જોવા મળ્યો હતો.
Also read: શેરબજારના કડાકામાં રોકાણકારોના રૂ. ૫.૩૦ લાખ કરોડનું ધોવાણ
મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં ઉછાળા બાદ અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. લગભગ 200 પોઈન્ટના ઉછાળા સાથે 79,644.95ના સ્તરે ખૂલ્યા બાદ ગઈ કાલે પણ આ ઈન્ડેક્સ અચાનક લપસી ગયો હતો અને ટ્રેડિંગના અંતે તે 820.97 પોઈન્ટ એટલે 1.03 ટકા ઘટીને 78,675.18ના સ્તરે બંધ થયો હતો. આ ઘટાડાને કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થતાં એક જ ઝાટકે રૂ. 5 લાખ કરોડથી વધુનો નુકસાન થયું હતું. શેરબજાર બંધ થયું ત્યારે નિફ્ટી પણ 257.85 પોઈન્ટ્સ એટલે 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.45ના સ્તરે બંધ રહ્યો હતો.