ગડકરી પછી હવે ફડણવીસની બેગ પણ તપાસી ચૂંટણી પંચેઃ ભાજપે ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો
મુંબઇઃ રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી માટે હવે માંડ અઠવાડિયાનો સમય રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રતિઆરોપમાં રોકાયેલા છે.
હાલમાં વિધાન સભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ચૂંટણી પંચના સ્ટાફ દ્વારા શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસ કરવામાં આવી હોવાનો મામલાએ તૂત પકડ્યું છે. ઉદ્ધવ ઠાકરે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ભાજપ સામે આક્રમક બની ગયા છે અને તેમના પર પ્રહારો કરી રહ્યા છે. હવે આ મામ લે ભાજપે પણ ઉદ્ધવ ઠાકરે સામે હલ્લા બોલ કર્યો છે.
ભાજપે જણાવ્યું હતું કે વિધાન સભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારની તપાસ સામાન્ય બાબત છે. હાલમાં લાતુરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હવે દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમની બેગની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભાજપે આનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ઉદ્ધવ ઠાકરેને ટોણો મારતા કહ્યું છે કે, “છોડી દો, કેટલાક નેતાઓને દેખાડો કરવાની આદત હોય છે.
Also Read – ઉદ્ધવ ઠાકરે બાદ નીતિન ગડકરીના હેલિકોપ્ટરની પણ તપાસ કરી ચૂંટણી પંચે
યવતમાલ જિલ્લામાં સાતમી નવેમ્બરે અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસની બેગની પણ તપાસ કરવામાં આવી હતી, પણ તેમણે તો કોઇ વીડિયો બનાવ્યો નહોતો કે ના તો બૂમરાણ મચાવી હતી
માત્ર દેખાડો કરવા માટે હાથમાં બંધારણ લઇને ચાલવાનું નથી હોતું, પણ બંધારણીય વ્યવસ્થાઓનું પાલન પણ કરવું પડે છે. ભાજપે પોસ્ટમાં એવી મજાક પણ કરી હતી કે દરેકને બંધારણની જાણ હોવી જોઈએ.
હવે આ પોસ્ટ પર મહા વિકાસ આઘાડી કેવી પ્રતિક્રિયા આપે છે એ જોવી રહી.