નેશનલ

Jharkhand Assembly election: મુખ્ય પ્રધાન હેમંત સોરેને મતદાન કર્યું, અત્યાર સુધીમાં આટલું મતદાન

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી(Jharkhand Assembly election)ના પ્રથમ તબક્કા માટે આજે બુધવારે સવારથી મતદાન શરૂ થઈ ગયું છે, વિધાનસભાની 81માંથી 43 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચ (ECI) અનુસાર, સવારે 11 વાગ્યા સુધી ઝારખંડની 43 બેઠકો પર સરેરાશ 29.31% મતદાન નોંધાયું હતું.

હેમંત સોરેને આપ્યો મત:
ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને પોતાનો મત આપ્યો અને લોકોને દેશમાં “લોકશાહીને મજબૂત” કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી. તેમણે મતદાન બાદ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ‘વિપક્ષના ષડયંત્રનો અંત આવશે, ઝારખંડ જીતશે!’

ચંપાઈ સોરેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો:
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન સૌથી હાઈપ્રોફાઈલ મુકાલબો સેરાઈકેલા બેઠક પર ભાજપના નેતા ચંપાઈ સોરેન (Champaai Soren) અને જેએમએમના ગણેશ મહાલી વચ્ચે છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ચંપાઈ સોરેને કહ્યું, “ભાજપ અને સાથી પક્ષો કોલ્હાન ક્ષેત્રની તમામ 14 બેઠકોમાં જીત મેળવશે. આમાં કોઈ ‘જો કે’ અથવા ‘પરંતુ’ને સ્થાન નથી.”

ચંપાઈ સોરેને કહ્યું કે, “આપણે સિધો-કાન્હો અને સંથાલની જમીનને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ચાવવાની છે. ઝારખંડમાં ભાજપની સરકાર બનશે તેમાં કોઈ શંકા નથી. અમારી સામે મુખ્ય મુદ્દાઓ બાંગ્લાદેશી ઘૂસણખોરી, બેરોજગારી અને સિંચાઈ છે.”

Also Read – ઝારખંડમાં 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન, એક જવાનને ગોળી વાગી

ચંપાઈ સોરેને કહ્યું, “પોતાની પસંદગી મુજબ મતદાન કરવું એ દરેકનો અધિકાર છે. અમે ઘૂસણખોરો અને જમીન હડપ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે અને હું આ મુદ્દો ઉઠાવતો રહીશ. મૈયા સન્માન યોજના જેવી યોજનાઓ, કોલસા, રેતી અને કાયદો-વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર એ પણ મુદ્દો છે, કારણ કે સરકારે છેલ્લા સદા ચાર વર્ષમાં યોગ્ય રીતે કામ કર્યું નથી.”

છત્તીસગઢના મુખ્ય પ્રધાનનું નિવેદન:
છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈએ કહ્યું, “આજે ઝારખંડ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન છે અને છત્તીસગઢમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છં કે ઝારખંડમાં પણ ભાજપની સરકાર બની રહી છે અને ભાજપ ઉમેદવાર સુનીલ કુમાર સોની રાયપુર પૂર્વમાં પણ જીતી રહ્યા છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button