મનોરંજન

કેમેરા સામે પોતાને ઢાંકતી જોવા મળી કરિના કપૂર, યુઝર્સે કહ્યું કે….

બેબો એટલે કે કરીના કપૂરની ગણતરી બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રીઓમાં થાય છે. પટૌડી પરિવારની પુત્રવધૂ કરીના કપૂર 44 વર્ષની થઈ ગઈ છે પરંતુ આજે પણ પોતાના સિઝલિંગ અવતારથી લોકોને દિવાના બનાવે છે. લોકો તેના વખાણ કરતા થાકતા નથી. કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે કોઈને કોઈ ફોટો શેર કરીને ઈન્સ્ટાગ્રામને આગ લગાવતી રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેની સારી ફેન ફોલોઈંગ છે.


Also read: Rupali Ganguly Vs Esha Verma: માનહાનિના દાવા સામે અનુપમાની સાવકી દીકરીએ ભર્યું આ મહત્ત્વનું પગલું…


હાલમાં કરિના કપૂર એની ફિલ્મ સિંઘમ અગેનને લઇને ચર્ચામાં છે. સિંઘમ અગેનમાં તેણે અજય દેવગનની પત્નીની ભૂમિકા ભજવી છે. બોલિવૂડની આ સ્ટાયલિશ સુંદરી હાલમાં એક ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. તેનો રેડ ગાઉનવાળો લુક આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં જ તે અલીના અનવરના રેડ કેપ ગાઉનમાં જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

રેડ ગાઉનમાં કરિના ખૂબ જ સુંદર દેખાતી હતી. ડ્રેસ સાથે આપવામાં આવેલી ટ્રેલ લુકમાં ગ્રેસ લાવવાનું કામ કરી રહી હતી. તેનો લુક ઘણો જ ક્લાસી હતો, પણ તેની સ્ટાઇલે લોકોને ચોંકાવી દીધા હતા. પાપારાઝી કેમેરા સામે આવતાની સાથે જ તે પોતાને ગાઉનની કેપ અથવા ટ્રેલથી ઢાંકવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. એમ લાગી રહ્યું હતું કે આ ઓહ સો હોટ હોટ રિવીલિંગ ડ્રેસમાં કરિના કપૂર અસ્વસ્થતા અનુભવી રહી હતી. આ જોઇને ઘણા લોકોએ કહ્યું કે બેબોએ સ્ટાઇલ બદલવી જોઇએ. બેબો તેની કાર તરફ જતી વખતે થોડી અચકાતી જોવા મળી હતી.


Also read: પબ્લિસિટીની લાય: ગીતકારે જ હીરો સલમાનને ધમકી આપી…


ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થયો છે અને ચાહકો બેગમ જાનના આ લુકના વખાણ કરી રહ્યા છે, ત્યારે કેટલાકે તેની સ્ટાઇલ પર સવાલ પણ ઉઠાવ્યા છે અને તેને સલાહ આપી છે કે એવા કપડાં ન પહેરવા જોઈએ, જેમાં તે કમ્ફર્ટેબલ ના ફીલ કરતી હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button