નેશનલ

ગેંગસ્ટરો સામે દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, અનેક ઠેકાણાઓ પર દરોડા

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં લોરેન્સ બોશ્નોઈ અને અન્ય ગેંગના ફેલાઈ રહેલા નેટવર્કને તોડી પાડવા માટે દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. અહેવાલ મુજબ દિલ્હી પોલીસે ગેંગસ્ટરો વિરુદ્ધ અભિયાન (Delhi police raid on Gangsters) શરૂ કર્યું છે અને આખી રાત વિવિધ જગ્યાઓએ દરોડા પાડ્યા હતાં.

આ ગેંગ નિશાના પર:
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, કૌશલ ચૌધરી ગેંગ, હિમાંશુ ભાઈ ગેંગ, કાલા જાથેડી, હાશિમ બાબા, ચેનુ ગેંગ, ગોગી ગેંગ, નીરજ બાવનિયા, ટિલ્લુ તાજપુરિયા ગેંગ સાથે સંકળાયેલા સાગરીતો અને અન્ય વોન્ટેડ ગુનેગારોના છુપા ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

આ સ્થળોએ પાડ્યા દરોડા:
દિલ્હી પોલીસની ટીમોએ આઉટર દિલ્હી, દ્વારકા વિસ્તાર, ઉત્તર પૂર્વ દિલ્હી, નરેલા, કાંઝાવાલા અને સંગમ વિહાર જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સ્ટાફ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમે શૂટર્સ અને ગેંગસ્ટરો સાથે સંકળાયેલા ગુનેગારો વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે.

Also Read – પબ્લિસિટીની લાય: ગીતકારે જ હીરો સલમાનને ધમકી આપી…

ગુંડાઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા:
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા ગુંડાઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. દિલ્હીમાં બનેલી કેટલીક ગુનાહિત ઘટનાઓ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં ગેંગસ્ટરોના સાગરિતો દ્વારા ફાયરિંગ અને હત્યાની ઘટનાઓને અંજામ આપ્યો છે. આ ગુનાખોરીને ડામવા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ સ્ટાફ અને સ્થાનિક પોલીસ સ્ટેશને તેમના વિસ્તારમાં ગુનેગારોના ઘરો પર દરોડા પાડ્યા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરો પકડાયા;
ઓક્ટોબર 2024માં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાત શૂટરોની ધરપકડ કરી હતી. તમામ શૂટરોની પંજાબ અને આસપાસના રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button