સ્પેશિયલ ફિચર્સ

Dinner ના કેટલા સમય પછી બ્રશ કરવું જોઈએ? જાણી લો યોગ્ય સમય, નહીંતર થશે નુકસાન…

Health Tips: ઓરલ હેલ્થને લઈ અનેક વખત બેદરકારી ભારે પડી શકે છે. રાત્રે જમ્યા બાદ કેટલા સમય પછી બ્રશ કરવું જોઈએ તેને લઈ અનેક લોકોના મનમાં સવાલ હોય છે. સૌ પ્રથમ દાંતની સફાઈ ખૂબ જરૂરી છે. ડૉક્ટરો દિવસમાં બે વખત બ્રશ કરવાની સલાહ આપે છે. રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવાથી દાંતને ઘણો ફાયદો થાય છે પરંતુ અનેક લોક રાત્રે જમ્યા બાદ તરત જ બ્રશ કરે છે. પરંતુ આમ ન કરવું જોઈએ. ઑરલ હેલ્થને લઈ સહેજ પણ બેદરકારી ભારે પડી શકે છે.

આ પણ વાંચો : કેટલા દિવસ બાદ તમે પણ તમારો Towel? ડોક્ટરોએ જણાવ્યું સારી રીત અને સાચો સમય. ..

ડૉક્ટર્સનું કહેવું છે કે જો જમવામાં ખાટા ફળ કે સોડા જેવી એસિડિક ચીજો સામેલ હોય તો તેનાથી મોઢામાં પીએચ લેવલ ઘટી જાય છે. જેના કારણે દાંતનું ઈનેમલ નબળું પડી જાય છે. આ સ્થિતિમાં જમ્યા બાદ તરત જ બ્રશ કરવાથી ઈનેમલને મોટું નુકસાન પહોંચે છે. આ કારણે સેંસિટિવિટી, સડો તથા અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

એક્સપર્ટ અનુસાર, જમ્યા બાદ અડધાથી પોણા કલાક બાદ બ્રશ કરવું જોઈએ. આટલા સમયમાં લાળ એસિડને બેઅસર કરીને ઈનેમલને ફરીથી મિનરલ્સ બનાવવાનો મોકો આપે છે. એક વખત મોઢામાંથી એસિડનું લેવલ યોગ્ય થઈ ગયા બાદ નરમ ઈનેમલને નુકસાન પહોંચવાનું રિસ્ક પણ ઘટી જાય છે અને બ્રશ કરવું યોગ્ય છે.

જો તમે રાત્રે જમ્યા બાદ બ્રશ કરો છો તો તમારે સૌથી પહેલા પાણીના કોગળા કરવા જોઈએ. જે જમવામાં ખાટી ચીજો સામેલ હોય તો તેની અસરને ઓછી કરી નાંખે છે અને ઈનેમલ મજબૂત થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. બ્રશ કરવા માટે માત્ર ટાઈમ ગેપ જ નહીં પરંતુ ટેકનિક પણ જરૂરી છે. સોફ્ટ દાંતા વાળા ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

એક્સપર્ટ અનુસાર ઓછામાં ઓછું બે મિનિટ બ્રશ કરવું જોઈએ. આ દરમિયાન દાંતના તમામ લેયરને કવર કરવું જોઈએ. ઉપરાંત જીભની સફાઈ કરવાનું પણ ભૂલવું ન જોઈએ. કારણકે તેનાથી બેક્ટેરિયાને વિકસિત થવાનો મોકો મળે છે, જે મોઢાની દુર્ગંધનું કારણ બની શકે છે. આ સ્થિતિમાં ઓરલ હેલ્થને લઈ સાવધાન રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારની ભૂલથી બચવું જોઈએ.

આ પણ વાંચો : વારંવાર શરદી-ઉધરસ થાય છે? તો સાવચેત રહેવાની છે જરુંર…

નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લો. મુંબઈ સમાચાર કોઈપણ માહિતીની પુષ્ટિ કરતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker