સ્પેશિયલ ફિચર્સ

આ પાંચ સફેદ વસ્તુ ખાવાની બંધ કરશો તો માખણની જેમ ઉતરશે વજન!

ચરબીનો વધારો (સ્થૂળતા) આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે માત્ર શરીરને જ નહીં પરંતુ માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર કરે છે. વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર, ખરાબ લાઈફસ્ટાઈલ, વધુ પડતી કેલરીનું સેવન અને કસરતનો અભાવ વગેરે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારા આહારમાંથી કેટલીક “સફેદ વસ્તુઓ” દૂર કરી દો છો, તો તમારું વજન તો ઘટશે જ, પરંતુ સ્થૂળતા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થશે.

આ પણ વાંચો : શિયાળાની ઋતુ તમારી ત્વચારી રંગત ઊડાડી દે તે પહેલા આ ટીપ્સ અજમાવો

વજન ઘટાડવા માટે તમારે કઈ વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ?

  1. ખાંડ

    ખાંડ કે જેનો આપણે રોજિંદા જીવનમાં મીઠાઈ, ચા અથવા અન્ય વસ્તુઓમાં ઉપયોગ કરીએ છીએ, તે વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે. ખાંડમાં કેલરીનું પ્રણામ હોય છે, પરંતુ તેમાં પોષક તત્વો ઓછા હોય છે. વધુ પડતી ખાંડનું સેવન શરીરમાં ઇન્સ્યુલિનને વધારે છે, જે ચરબીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. જો તમે તમારા આહારમાંથી ખાંડ દૂર કરો છો, તો તમે સરળતાથી વજન ઘટાડવા માટે એક મોટું પગલું ભરી શકો છો.
  2. સફેદ લોટ (refined flour)

    સફેદ લોટમાંથી બનેલી વસ્તુઓ જેમ કે બરફી, મીઠાઈ, સફેદ બ્રેડ, સમોસા, બર્ગર વગેરે વજન વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સફેદ લોટમાં ફાઈબરનો અભાવ હોય છે અને તે શરીરમાં ઝડપથી શુગરમાં પરિવર્તિત થઈ જાય છે, જેનાથી વજન વધવાની શક્યતા વધી જાય છે. તેના બદલે ઘઉંનો લોટ, બાજરી, જુવાર વગેરે જેવા આખા અનાજનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.
  3. સફેદ ચોખા (White Rice)

    સફેદ ચોખાનો વજનના વધારામાં મહત્વનો ફાળો આપી શકે છે. સફેદ ચોખામાં ફાઈબર ઓછા પ્રમાણમાં હોય છે અને તે શરીરમાં શુગર લેવલને ઝડપથી વધારી દે છે, જેનાથી વજન વધે છે. તેની સરખામણીમાં બ્રાઉન રાઇસ અથવા અન્ય આખા અનાજનું સેવન કરવું વધારે સારું રહે છે.કારણ કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  4. સફેદ મીઠું (Refined Salt)

    સામાન્ય સફેદ મીઠાના વધુ પડતા સેવનથી શરીરમાં પાણીને રોકી રાખી છે અને સોજો આવી શકે છે, જેનાથી વજન વધવાની શક્યતા રહેલી છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં વધુ પડતું સોડિયમ બને છે, જેનાથી કિડની પર દબાણ વધે છે અને શરીરમાં વધારાનું પાણી જમા થાય છે. તેનાથી વજન વધી શકે છે અને શરીરમાં સોજો પણ આવી શકે છે.
  5. ડેરી પ્રોડક્ટ (Processed Dairy Products)

    સામાન્ય દૂધ અને પ્રોસેસ્ડ ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ અને માખણમાં ચરબી અને કેલરી વધુ હોય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો આ વસ્તુઓને બદલે લો ફેટ અથવા ફેટ ફ્રી દૂધ અને દહીંનું સેવન કરો. આ માત્ર વજન ઘટાડવામાં મદદ કરશે નહીં, પરંતુ પેટની તંદુરસ્તી પણ સુધારશે.

સૂચના: અહી આપવામાં આવેલ ટિપ્સ એક સૂચન છે, કોઈપણ ઉપાયને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો : ભૂતપૂર્વ ક્રિકેટરના દીકરાએ કરાવી Hormone Replacement Treatment, પોસ્ટ શેર કરીને આપી માહિતી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker