બુલ્ડોઝર ચાલશે કે અટકશે? આવતીકાલે સુપ્રીમ કોર્ટ આપશે મહત્વનો ચુકાદો…
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યની સરકાર બુલ્ડોઝર એક્શન પર વધારે ભારે આપે છે. આ બુલ્ડોઝર એક્શન પર રોકની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જમીયત ઉલેમા-એ-હિંદ સહિત અનેક લોકોએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ બુધવારે આ અંગે ફેંસલો સંભળાવશે. તેમજ સરકારો દ્વારા કરવામાં આવી રહેલા બુલડોઝર એક્શન પર માર્ગદર્શિકા તૈયાર કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેંચ સવારે 10.30 કલાકે ફેંસલો સંભળાવશે.
આ પણ વાંચો : સભ્ય સમાજમાં ‘Bulldozer Justice’ને કોઈ સ્થાન નથી, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
થોડા દિવસો પહેલા બુલ્ડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ સખત ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકોની સુરક્ષા સર્વોપરિ છે. આ સ્થિતિમાં જાહેર જગ્યા પર ગેરકાયદે નિર્માણ પર બુલ્ડોઝર એક્શન નહીં રોકાય, પછી ભલે તે ધાર્મિક સ્થળ કેમ ન હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ આરોપી કે દોષી છે, તેને ઈમારતને તોડી પાડવાનો આધાર ન બનાવી શકાય. સુપ્રીમ કોર્ટે આરોપીઓના ઘર પર બુલ્ડોઝર ચલાવવા પર રોક લગાવી હતી.
આ પણ વાંચો : રામ ગોપાલ વર્મા ફરી વિવાદમાં ફસાયા, સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ બદલ કેસ નોંધાયો
આ મુદ્દે સુનાવણી કરતાં પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું હતું, તમે કહો છો કે તે દબાણ હતું. પરંતુ તમે આ રીતે લોકોના ઘરને તોડી કેવી રીતે શકો. કોઈના ઘરમાં પ્રવેશવું અને કોઈપણ સૂચના આપ્યા વગર તોડી પાડવું અરાજકતા છે. તેની સાથે ચંદ્રચૂડે ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલને પૂછ્યું હતું કે, તમે બુલ્ડોઝર લઇને રાતો રાત નિર્માણને ધ્વસ્ત કરી ન શકો. તમે પરિવારને ઘર ખાલી કરવાનો સમય પણ નથી આપતા. આ સ્થિતિમાં ઘરમાં રાખેલા સામાનનું શું થશે?