દિલ્હી કેપિટલ્સે આ પૂર્વ ગુજરાતી બોલરને બનાવ્યો બોલિંગ કોચ, ધોની સાથે મળીને જીતાડી ચુક્યો છે વર્લ્ડકપ…
IPL 2025: આઈપીએલમાં દરેક ફ્રેન્ચાઇઝી દ્વારા તેમણે રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત આઇપીએલ ઑક્શનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 2011નો વન ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને મૂળ ગુજરાતના મુનાફ પટેલની દિલ્હી કેપિટલ્સે નવા બોલિંગ કોચ તરીકે નિમણુક કરી છે.
આ પણ વાંચો : IPL 2025: આ યુવા બેટ્સમેન કરશે KKRની કેપ્ટનશીપ! ટૂંક સમયમાં થશે જાહેરાત
2018માં ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યા બાદ મુનાફ પટેલ પ્રથમવાર કોચિંગમાં હાથ અજમાવશે. મુનાફ પટેલ આઈપીએલ કરિયરમાં રાજસ્થાન રૉયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ તરફથી રમી ચુક્યો છે. દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યાની જાહેરાત કરી હતી. તે બોલિંગ કોચના રોલમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સનું સ્થાન લેશે.
આઈપીએલ 205 મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ, સ્ટબ્સ, કુલદીપ યાદવ અને અભિષેક પોરેલને રિટેન કર્યા હતા. ટીમમાં હાલ એક પણ ફાસ્ટ બોલર નથી. આ સ્થિતિમાં ઓકશન દરમિયાન ટીમને મજબૂત ફાસ્ટ બોલર મળે તેની જવાબદારી મુનાફ પટેલની રહેશે.
આઈપીએલ 2024 બાદ રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સનું હેડ કોચ પદ છોડ્યું હતું. તે હવે પંજાબ કિંગ્સનો કોચ છે. રિકી પોન્ટિંગના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણી હવે દિલ્હી કેપિટલ્સનો હેડ કોચ છે. બોલિંગ કોચની જવાબદારી મુનાફ પટેલ સંભાળશે. કોચિંગ સ્ટાફ ઉપરાંત આ વખતે ટીમનો કેપ્ટન પણ બદલાશે, પંતને રિલીઝ કરવામાં આવી ચુક્યો છે ત્યારે આ વખતે દિલ્હી કેપિટલ્સ અક્ષર પટેલને કેપ્ટન બનાવી શકે છે.
આ પણ વાંચો : આવી ગઈ IPL 2025ની ઑક્શન તારીખ, 24-25 નવેમ્બરે સાઉદી અરબમાં થશે ખેલાડીઓની હરાજી…
મુનાફ પટેલની કેવી છે કરિયર
મુનાફ પટેલની ક્રિકેટ કરિયર પર નજર કરવામાં આવે તો ભારત માટે 13 ટેસ્ટમાં 35 વિકેટ, 70 વન ડેમાં 86 વિકેટ અને 3 ટી20 મેચમાં 4 વિકેટ ઝડપી છે. મુનાફ પટેલ 2011માં વન ડે વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો હતો. તેણે 2011ના વર્લ્ડકપમાં 8 મેચમાં 11 વિકેટ લીધી હતી.