આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

પબ્લિસિટીની લાય: ગીતકારે જ હીરો સલમાનને ધમકી આપી…

‘મૈં સિકંદર હૂં...’ના ગીતકારે પ્રસિદ્ધિ મેળવવા માટે બિશ્ર્નોઈ ગૅન્ગના નામે પાંચ કરોડની ખંડણી માગી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મના ગીત ‘મૈં સિકંદર હૂં…’ના ગીતકારને એક મહિનામાં પતાવી દેવાની અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માટે બિશ્ર્નોઈ ગૅન્ગને નામે સલમાનને ધમકી આપવાના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. પ્રસિદ્ધિ માટે ગીતકારે જ ગામના એક રહેવાસીના મોબાઈલનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેસેજ કર્યા હોવાનું તપાસમાં સ્પષ્ટ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે ભર્યું મહત્વનું પગલું

વરલી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સોહેલ પાશા ઉર્ફે રસૂલ પાશા (24) તરીકે થઈ હતી. પોલીસે તેને કર્ણાટક રાજ્યના રાયચૂર જિલ્લામાંના માનવી ગામેથી પકડી પાડ્યો હતો. પ્રસિદ્ધિ મેળવવા માટે સોહેલ પાશાએ પોતાને જ પતાવી નાખવાના અને પાંચ કરોડ રૂપિયાની માગણી સાથે સલમાનને ધમકી આપવાના મેસેજ મોકલાવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.

ટ્રાફિક પોલીસના વ્હૉટ્સઍપ હેલ્પલાઈન નંબર પર ગુરુવારની રાતે આવેલા મેસેજમાં લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ વતી ધમકી આપી પાંચ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. એ સિવાય સલમાન ખાન અભિનીત ફિલ્મ સિકંદરના મૈં સિકંદર હૂં ગીતના ગીતકારને અમે નહીં છોડીએ. અમે ગીતકાર સુધી પહોંચી ચૂક્યા છીએ તેને એક મહિનામાં ખતમ કરી નાખીશું. જે કોઈ પણ સલમાન ખાનની મદદ કરશે તેને અમે નહીં છોડીએ. ગીતકારની અમે એવી હાલત કરીશું કે તે ગીત તો શું, પોતાનું નામ પણ નહીં લખી શકે. સલમાન ખાન, બચાવી લે તેને દમ હોય તો… એવા મતલબનું લખાણ હતું. આ પ્રકરણે વરલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસમાં જે મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યા હતા તે કર્ણાટકના વ્યંકટેશ નારાયણના નામે રજિસ્ટર્ડ હોવાનું જણાયું હતું. પોલીસે વ્યંકટેશને તાબામાં લઈ પૂછપરછ કરતાં ત્રીજી નવેમ્બરે બજારમાં અજાણ્યા યુવકે ફોન કરવા માટે તેની પાસે મોબાઈલ માગ્યો હોવાનું કહ્યું હતું. મદદ કરવાના ઉદ્દેશથી તેણે યુવકને પોતાનો ફોન આપ્યો હતો.

આ પણ વાંચો : 58 વર્ષે Salman Khan પરણશે આ જાણીતી ઈન્ડિયન એથ્લિટને…

પોલીસે વ્યંકટેશનો મોબાઈલ તપાસતાં તે એન્ડ્રોઈડ અને ઈન્ટરનેટ વગરનો સાદો ફોન હોવાનું જણાયું હતું. જોકે તેના મોબાઈલમાં વ્હૉટ્સઍપ ઈન્સ્ટોલેશનના ઓટીપીનો મેસેજ આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. આરોપીએ વ્યંકટેશના મોબાઈલ નંબરની વ્હૉટ્સઍપ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી હોવાનું તપાસમાં જણાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker