રાજગીર (બિહાર): મહિલાઓની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી સ્પર્ધામાં ભારતે સોમવારે પ્રથમ મૅચમાં મલેશિયાને 4-0થી કચડી નાખ્યું ત્યાર બાદ હવે આજે સાઉથ કોરિયાને અત્યંત રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવી દીધું હતું. હવે ગુરુવારે ભારતીય ટીમે થાઇલૅન્ડ સામે રમવાનું છે. થાઇલૅન્ડ અને જાપાનની આજની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી.
આ પણ વાંચો : કેપ્ટન રોહિતે ફરી ડૅડી બનવાના ‘અંગત કારણસર’ લીધી રજા!
દીપિકા નામની ખેલાડી આજની મૅચની સુપરસ્ટાર હતી. તેણે બે ગોલ (20મી મિનિટમાં અને 57મી મિનિટમાં) કર્યા હતા.
સંગીતા કુમારીએ મૅચની ત્રીજી જ મિનિટમાં પ્રથમ ગોલ કર્યો હતો અને મૅચના અંત ભાગમાં ત્રણ મિનિટ બાકી હતી ત્યારે દીપિકા એ મૅચ-વિનિંગ ગોલ કરીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.
ફર્સ્ટ હાફમાં ભારતે 2-0થી સરસાઈ લીધી હતી. જોકે સાઉથ કોરિયન ટીમે પણ બે ગોલ કરી દેતાં સ્કોર 2-2ની બરાબરીમાં આવી ગયો હતો.
બન્ને ટીમ નિર્ણાયક ગોલ માટે ઝઝૂમી રહી હતી અને ભારે સંઘર્ષ થયો હતો. જોકે દીપિકાએ 57મી મિનિટમાં વિજયી ગોલ કર્યો હતો અને કોરિયન ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : Women’s Asian Champions Trophy: હોકીમાં ભારતે મલેશિયાને 4-0થી હરાવ્યું
આજે ચીને મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. ભારતની જેમ ચીન પણ ઉપરાઉપરી બે મૅચ જીત્યું છે.