સાયબર ક્રાઈમના એક સાથે 200 ગુના ડિટેક્ટ કરનારું સુરત બન્યું દેશનું પ્રથમ શહેર…
Surat News: ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. સુરત સાયબર ક્રાઈમે એક સાથે 200 ગુના ડિટેક્ટ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સુરતના મિલન વાઘેલા, કેતન વેકરિયા ચાઈનીઝ સાયબર માફિયાઓ માટે કામ કરતી ટોળકીનાં સૂત્રધાર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્પાઇડેર નેટ મોડલ ઓપરેન્ડીથી લોકોને ઠગતી ટોળકીનો પર્દાફાશ કરવા માટે સુરત સાયબર ક્રાઈમ ટીમ પાંચ મહિનાથી કામ કરતી હતી.
આ પણ વાંચો : છેક હોંગકોંગ-થાઇલેન્ડથી ભારતમાં સાઇબર છેતરપિંડીનું મસમોટું કૌભાંડ; જેમા કમાયા 159 કરોડ…!
આવી હતી મોડસ ઓપરેન્ડી
આ ટોળકી માટે કામ કરતાં રાજ રૈયાણી, વિજય ઓડ, મહેશકુમાર ભડીયાદરા, ચંદ્રેશ કાકડીયા, હાર્દિક દેસાઈ, મયંક સોરઠીયા તથા અજય ઉર્ફે ભગત કાકડીયાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મિલન વાઘેલા, કેતન વેકરિયા અને હિરેન બરવાળીયા સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. આરોપી સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આરોપીઓ એકાઉન્ટ ભાડે લઇ સ્પાઇડર નેટ મોડસ ઓપરેન્ડીથી એકાઉન્ટના લેયર બનાવીને રૂપિયા ટ્રાન્સફર કરતા હતા.
આ પણ વાંચો : Suratમાં વિઝાનાં નામે ચાલતી લૂંટનો પર્દાફાશ; નકલી ઓફર લેટરથી પડાવ્યા લાખો રૂપિયા
ફ્રોડ માટે 124 બેંક એકાઉન્ટનો ઉપયોગ
ભાડે લેવાયેલા બેંક એકાઉન્ટને પાંચ લેયરમાં રાખવામાં આવતા હતા અને પાંચમાં લેયરના એકાઉન્ટનું હેન્ડલિંગ દુબઈથી થતું હતું. એકાઉન્ટમાં જમા થતા રૂપિયા ડેબિટ કાર્ડથી વિડ્રો કરી લેવામાં આવતા હતા. આ ટોળકીએ ફ્રોડ માટે 124 બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ બેંક એકાઉન્ટના આધારે તપાસમાં ઓનલાઈન ફરિયાદો થયાનું જાણવા મળ્યું હતું. ઓનલાઈન ફરિયાદ ચેક કરતાં 200થી વધારે ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણાવા મળ્યું હતું. આ રીતે પોલીસ ચોપડે સત્તાવાર નોંધાયેલા 200 ગુનાઓ એક સાથે ડિટેક્ટ થયા હોવાની પ્રથમ ઘટના બની હતી.