મહારાષ્ટ્રની આ ત્રણ ડઝન બેઠકો પર બંને ગઠબંધન વચ્ચે રસપ્રદ જંગ, ગયા વખતે તફાવત 5000 થી ઓછો હતો…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી બંને માટે ખરી કસોટી એવી ત્રણ ડઝન બેઠકો પર માનવામાં આવી રહી છે જ્યાં 2019 ની ચૂંટણીમાં 5000થી ઓછા મતોના માર્જિનથી જીત અને હાર નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભાજપનો ધર્માન્તરણ વિરોધી કાયદાનો વાયદોઃ મહારાષ્ટ્રના ખ્રિસ્તીઓ કેમ ચિંતામાં મૂકાયા
મહારાષ્ટ્ર ચૂંટણીમાં દરેક સીટ માટે રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે. દરેક યુક્તિ અજમાવવામાં આવી રહી છે. આકર્ષક વચનો દ્વારા ઉજ્જવળ આવતીકાલનું ચિત્ર પણ બતાવવામાં આવી રહ્યું છે. વચનો અને દાવાઓની આ ચૂંટણીની મોસમમાં તે બેઠકો વિશે પણ ચર્ચા થઈ રહી છે જ્યાં પરિણામોએ સત્તાની બ્લુ પ્રિન્ટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મહારાષ્ટ્રમાં ગઈ ચૂંટણીમાં 37 બેઠકો એવી હતી જ્યાં જીત અને હાર વચ્ચેનો તફાવત પાંચ હજારથી ઓછો હતો. તેમાંથી પાંચ બેઠકો એવી હતી કે જ્યાં એક હજારથી ઓછા મતોના માર્જીનથી જીત અને હાર નક્કી થઈ હતી. એક બેઠક પર તો 500થી ઓછા મતનો તફાવત હતો. શિવસેનાના ભાઈસાહેબ લાંડે રાજ્યની ચાંદીવલી વિધાનસભા બેઠક પરથી 409 મતે જીત્યા હતા.
એનસીપીના ઉમેદવાર ચંદ્રિકાપુરે મનોહર ગોવર્ધન ગોંદિયા જિલ્લાની અર્જુની-મોર્ગન બેઠક પર 718 મતોના માર્જિનથી જીત્યા. ભાજપના રાહુલ સુભાષ રાવ પુણે જિલ્લાની દૌંડ બેઠક પરથી કુલ 746 મતોથી, શિવસેનાના શાહજી બાપુ રાજારામ પાટીલ સોલાપુરના સાંગોલાથી 768 મતોથી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના આશુતોષ અશોકરાવ કાલે અહેમદનગર જિલ્લાની કોપરગાંવ બેઠક પરથી કુલ 746 મતોથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. 822 મતોથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા.
આ પણ વાંચો : Assembly Election: ફડણવીસે કોંગ્રેસ, ખડગે અને ઓવૈસી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?
એક હજારથી ઓછાના તફાવતવાળી આ પાંચ બેઠકો ઉપરાંત ભિવંડી પૂર્વ, મૂર્તિજાપુર, મુક્તાઈ નગર અને બીડ એમ ચાર બેઠકોમાં એકથી બે હજાર મતનો તફાવત નિર્ણાયક સાબિત થયો હતો. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આ ચારમાંથી એક-એક બેઠક જીતી હતી. એક સીટ પરથી સપાના ઉમેદવાર જીત્યા હતા જ્યારે બીજી સીટ અપક્ષના ફાળે ગઈ હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની 28 બેઠકોનું પરિણામ બે હજારથી પાંચ હજાર મતોના તફાવતથી નક્કી થયું હતું. આ 28 બેઠકોમાંથી 12 બેઠકો પર કમળ ખીલ્યું છે. એનસીપી છ બેઠકો પર, કોંગ્રેસ ચાર બેઠકો પર અને શિવસેના, એઆઈએમઆઈએમ, બહુજન વિકાસ અઘાડી અને સીપીઆઈ ઉમેદવારોએ બે બેઠકો અને એક-એક બેઠક પર જીત મેળવી હતી. એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.
જો આપણે વિધાનસભાના દૃષ્ટિકોણથી સામાન્ય ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો, એવી 31 વિધાનસભા બેઠકો હતી જ્યાં બે હરીફો વચ્ચેના મતનો તફાવત પાંચ હજારથી ઓછો હતો. આ 31 વિધાનસભા મતવિસ્તારોમાંથી 16 બેઠકો પર વિપક્ષ મહાવિકાસ અઘાડીના ઉમેદવારોની લીડ હતી, જ્યારે 15 બેઠકો પર સત્તાધારી મહાયુતિના ઉમેદવારો આગળ હતા.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેનો દાવો: અધિકારીઓએ રેલી પહેલાં તેમની બેગ તપાસી
મહારાષ્ટ્ર ચૂંટણીના દૃષ્ટિકોણથી આ બેઠકોનો રાજકીય મિજાજ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, આ આંકડાઓ લોકસભા ચૂંટણીના પરિણામો પર આધારિત છે અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુદ્દાઓથી લઈને મતદાનની પદ્ધતિમાં ઘણો તફાવત છે. તેમ છતાં લોકસભા ચૂંટણીની પેટર્નને જોતા દરેક પક્ષ આ બેઠકો પર પોતાનું ગણિત ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યો છે.