મનોરંજન

રૈના પરિવારની વહુ બનશે કપૂર ખાનદાનની લાડકવાયી? હાથ પર કર્યું બોયફ્રેન્ડનું નામ ફ્લોન્ટ…

હેડિંગ વાંચીને જો તમે મૂંઝાઈ ગયા હોવ તો તમારી જાણ માટે કે અહીં અમે જ્હાન્વી કપૂરની નહીં પણ બોની કપૂર અને શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂરની વાત કરી રહ્યા છીએ. જ્હાન્વીની જેમ જ ખુશીએ પણ પોતાના માટે લાઈફ પાર્ટનર શોધી લીધો છે. ખુશી પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફન કારણે વધારે ચર્ચામાં રહે છે. લાંબા સમયથી ખુશીનું નામ એક્ટર વેદાંગ રૈના સાથે જોડાઈ રહ્યું છે અને એટલે જ બંનેના અફેયરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

ખુશી કપૂર અને વેદાંગ રૈનાના અફેયરની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે અને બંને જણ અવારનવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં પણ જોવા મળે છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ હજી સુધી પોતાના રિલેશનશિપને ઓફિશિયલી કન્ફર્મ નથી કર્યું પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ ખુશીના લેટેસ્ટ ફોટો જોઈને બંને જણ ઓફિશિયલી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

વાત જાણે એમ છે કે હાલમાં ખુશી અને વેદાંગે પોતાના માલદીવ વેકેશનના ફોટો શેર કર્યા છે. જોકે, બંને જણ એકબીજા સાથે ફોટો શેર નથી કર્યા પણ એવું કહેવાઈ રહ્યું છે કે બંને જણ સાથે જ વેકેશન એન્જોય કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ખુશીનો એક ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેના હાથમાં એક બ્રેસલેટ જોવા મળી રહ્યું છે. આ બ્રેસલેટને જ્યારે ઝૂમ ઈન કરીને જોવામાં આવ્યું તો એના પર વેદાંગનું નામ લખેલું હતું હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…

આ ફોટો વાઈરલ થાય બાદથી જ વેદાંગ અને ખુશીના રિલેશનશિપને લઈને જાત-જાતની વાતો કરી રહ્યા છે. બંનેની જોડી ફેન્સને પણ ખાસ પસંદ આવી રહી છે. ફેન્સનું એવું માનવું છે કે ખુશી અને વેદાંગે હવે પોતાના રિલેશનને પબ્લિકલી એક્સેપ્ટ કરી લેવું જોઈએ. જોકે, હવે જોવાની વાત એ છે કે બંને જણ પોતાના સંબંધો પર ક્યારે મંજૂરીની મહોર મારે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button