શેર બજાર

Mutual Fund: આ ફંડે 22 વર્ષમાં આપ્યું અધધધ વળતર, 10 લાખના 7.26 કરોડ થયા

મુંબઇ: ભારતીય શેરબજારમાં હાલ વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જેમાં હાલ બજારમાં સતત ઉતાર- ચઢાવ છે. તેવા સમયે રોકાણકારો પણ સેફ રોકાણથી વળતરના વિકલ્પો શોધતા હોય છે. તેવા સમયે નિષ્ણાતોના મતે હાલના સમયમાં મ્યુચલ ફંડ(Mutual Fund) પણ એક વળતર માટે એક સલામત રોકાણ ગણી શકાય છે. જેમાં નિશ્ચિત રોકાણમાં શેરબજારની તુલનામાં વધુ વળતર મળી શકે તેવો દાવો કરવામાં આવે છે.

આ પણ વાંચો: Post Officeની આ સ્કીમમાં પૈસા રોકો અને કરો પૈસા Double…

22 વર્ષમાં રોકાણનું 21.58 ટકા ચક્રવૃદ્ધિ દરે વળતર

તેમાં આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડ જે દેશના સૌથી મોટા મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સમાંનું એક છે. જે રોકાણકારે 22 વર્ષ પહેલા આ ફંડમાં રૂપિયા 10 લાખનું રોકાણ કર્યું હતું તે આજે રૂપિયા 7.26 કરોડ થયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન તેના શેરબજારમાં નિફ્ટી 200 TRIમાં માત્ર રૂપિયા 3.36 કરોડ બની છે. ડેટા દર્શાવે છે કે ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડમાં 31 ઓક્ટોબર, 2002ના રોજ કરાયેલ રૂપિયા 10 લાખના રોકાણે આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી 21.58 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 200 TRI માં સમાન રોકાણ પર વળતર માત્ર 17.39 ટકા રહ્યું છે.

આ પણ વાંચો: SEBIની ચેતવણી બાદ શેરબજારમાં હાહાકાર, સ્મોલ અને મીડકેપ શેરોમાં રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ સ્વાહા

SIPમાં 22 વર્ષમાં રૂપિયા 2.9 કરોડ થયા

આ ઉપરાંત આપણે મ્યુચલ ફંડ સિવાય વળતર સાથેના અન્ય સલામત રોકાણની વાત કરીએ તો તેમાં SIP છે . જે રોકાણકારે આ ફંડમાં દર મહિને રૂપિયા 10 હજારની SIP દ્વારા રોકાણ કર્યું હશે. તે 22 વર્ષમાં રૂપિયા 2.9 કરોડ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન વાસ્તવિક રોકાણ માત્ર રૂપિયા 26.4 લાખ રહ્યું છે. એટલે કે CAGR 18.37 ટકાના દરે વળતર પ્રાપ્ત થયું છે. જ્યારે શેરબજારમાં આ જ રોકાણે વાર્ષિક 14.68 ટકાના દરે વળતર આપ્યું છે.

રોકાણકાર ઓછા જોખમે વધુ વળતર પ્રાપ્ત કરી શકે

ICICI પ્રુડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ ઇક્વિટી, ડેટ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ/ગોલ્ડ ઇટીએફના એકમો/સિલ્વર ઇટીએફના એકમો REITs અને InvITsમાં રોકાણ કરે છે. તે તેની સંપત્તિના ઓછામાં ઓછા 10 ટકા
ત્રણથી વધુ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે. આ વ્યૂહરચના અપનાવીને રોકાણકાર ઓછા જોખમે વધુ વળતર પ્રાપ્ત કરી શકે છે.

નોંધ: આ માહિતીના આધારે શેરબજાર,મ્યુચલ ફંડ, SIP કે અન્ય રોકાણ કરવું નહિ. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button