સ્પોર્ટસ

વિરાટ અને રોહિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફોર્મ પરત મેળવી શકશે? જાણો શું કહે છે આંકડા

મુંબઈ: આગામી 22 તારીખથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 (Most runs in Border-Gavaskar Trophy) ની ઓસ્ટ્રેલીયાના પાર્થમાં શરૂઆત થશે. ટેસ્ટ રેકિંગમાં પ્રથમ ક્રમે રહેલી ઓસ્ટ્રેલીયાની ટીમ બીજા ક્રમે રહેલી ભારતની ટીમ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ સિરીઝ બંને ટીમો માટે અગત્યની છે, બંને દેશના ક્રિકેટ ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં ભારતીય ક્રિકેટ ચાહકો અને દુનિયાભર ક્રિકેટ વિશેષજ્ઞોની નજર ભારતને બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli)ના પ્રદર્શન પર હશે.

ફોર્મ અંગે ઉઠ્યા ગંભીર સવાલો:

નોંધનીય છે કે તાજેતરમાં ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે યોજાયેલી ત્રણ મેચ ટેસ્ટ સિરીઝમાં બંને ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતાં, ત્યાર બાદથી બંનેના ફોર્મ પર ગંભીર સવાલો ઉઠ્યા છે. ટીકાકારો તેમને નિવૃત્તિ લેવા પણ સલાહ આપી રહ્યા છે, એવામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી(BGT) દરમિયાન બંને ખેલાડીઓ સારું પ્રદર્શન કરી ટીકાકારોને જવાબ આપવાનો પ્રયત્ન કરશે.

BGT ટ્રોફીના ઈતિહાસમાં આ બંને ખેલાડીઓનો રેકોર્ડ:

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ઓસ્ટ્રેલિયા સામે અગાઉની ટેસ્ટ સિરીઝમાં સારું ક્રિકેટ રમ્યા છે. જોકે, વિરાટની સરખામણીમાં રોહિત BGTમાં માત્ર અડધી મેચ રમ્યો છે. આવી સ્થિતિમાં, સરખામણી કરવી મુશ્કેલ છે. BGTમાં વિરાટ કોહલીએ 42 ઇનિંગ્સ રમી છે જ્યારે રોહિત શર્માએ માત્ર 20 ઇનિંગ્સ રમી છે. વિરાટ કોહલીએ 1,979 રન બનાવ્યા છે જ્યારે રોહિત શર્માએ ઓસ્ટ્રેલીયા સામે 650 રન બનાવ્યા છે.

Also Read – ગંભીરે રોહિત-કોહલીનો બચાવ કર્યો, રિકી પોન્ટિંગને ફટકાર લાગવી, જાણો પ્રેસ કોન્ફરન્સમાં બીજું શું કહ્યું

BGTમાં વિરાટ કોહલીની એવરેજ 48.26 છે, જ્યારે રોહિતની એવરેજ 34.21ની છે. સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો વિરાટ કોહલીએ 52.25ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, જ્યારે ઓપનર રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 51.14 રહી છે. BGTમાં વિરાટ કોહલીએ 8 સદી ફટકારી છે, જ્યારે રોહિત શર્મા માત્ર એક જ વખત સદી ફટકારી શક્યો છે. BGTના ઈતિહાસમાં વિરાટે 5 ફિફ્ટી ફટકારી છે અને રોહિત શર્માએ 3 ફિફ્ટી ફટકારી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button