મનોરંજન

રિયલ લાઈફની અનુપમા પણ નીકળી ફાઈટરઃ દીકરીને મોકલી દીધી લીગલ નોટિસ

ટીઆરપી લિસ્ટમાં પ્રથમ સ્થાન પર રહેલ અનુપમા સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી હાલમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીની સાવકી પુત્રી ઈશા વર્માએ તાજેતરના દિવસોમાં તેની માતા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને હવે રૂપાલી ગાંગુલીએ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રૂપાલી ગાંગુલીએ સાવકી પુત્રી ઇશા વર્માને કાનૂની નોટિસ મોકલી છે. અભિનેત્રીનો આરોપ છે કે ઈશાએ તેની ઈમેજ ખરાબ કરી છે.

Also Read – Divorceની અફવા વચ્ચે 45 લાખ રૂપિયાના મંગળસૂત્રનું આ શું કર્યું Aishwarya Rai-Bachchanએ?

રૂપાલીનું માનવું છે કે આ આરોપ માત્ર તેની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાનો લાભ લેવા માટે કરવામાં આવ્યો છે. જોકે રૂપાલીએ કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેણે જાહેરમાં અંગત બાબતોને ઉઠાવવા બદલ ઈશા સામે માનહાનિનો દાવો કર્યો છે.

નોટિસમાં તેણે કહ્યું છે કે ઈશા તેના દ્વારા પબ્લિસિટી મેળવવા માંગે છે. ઇશાની આવી હરકતોથી તેની અંગત અને વ્યાવસાયિક ઈમેજ પણ ખરડાઇ છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાંગુલીએ અશ્વિન વર્મા સાથે મળીને ઈશાને ફોટોશૂટની તકો આપીને અને ઓડિશન માટે વિશેષ વ્યવસ્થા કરીને મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કરવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. રૂપાલી ગાંગુલીએ ઇશા વર્મા સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. રૂપાલી ગાંગુલીનો કેસ સેલિબ્રિટી વકીલ સના રઈસ ખાન લડશે, જે બીગ બોસ-17માં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ સમગ્ર પ્રકરણમાં રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્મા મૌન સેવી રહ્યા છે.

ઈશા વર્મા રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્માની તેની અગાઉની પત્નીની પુત્રી છે. ઈશા વર્મા અશ્વિન વર્મા અને તેની પૂર્વ પત્ની સપના યાદવની દત્તક પુત્રી છે. અશ્વિન અને સપનાના લગ્ન વર્ષ 1997માં થયા હતા અને વર્ષ 2008માં અલગ થઈ ગયા હતા. ઈશાનો દાવો છે કે રૂપાલીએ તેની માતાનું શારીરિક, માનસિક, મૌખિક અને ભાવનાત્મક રીતે શોષણ કર્યું છે. રૂપાલીની સાવકી દીકરી ઈશા 26 વર્ષની છે અને અમેરિકામાં રહે છે. ઇશાએ તાજેતરમાં ઘણા ઇન્ટરવ્યુ આપ્યા છે અને રૂપાલી સામેના આરોપોથી ભરેલા વીડિયો જાહેર કર્યા છે. ઈશાનો આરોપ છે કે રૂપાલીએ તેનું ઘર તોડી પાડ્યું છે. રૂપાલીને તેના પિતા સાથે એક્સ્ટ્રા મેરીટલ અફેર હતું. આ કારણે તેણે ઈશાની માતાને છોડી દીધી અને છૂટાછેડા લઈ લીધા.

આ સાથે ઈશા કહે છે કે રૂપાલી ખૂબ જ ક્રૂર મહિલા છે, તે તેને તેના પિતા સાથે વાત પણ કરવા દેતી નથી. ઈશાના કહેવા પ્રમાણે, તેણે ઘણી વખત અશ્વિન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રૂપાલીએ આવું ન થવા દીધું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button